7,70,808 રોકાણકારો વાળી સરકારી કંપનીએ આપ્યા મોટા Good News, એક જ વર્ષમાં રૂપિયા ડબલ, જાણો કંપની વિશે

|

Jul 01, 2024 | 7:27 PM

આજે શેરબજારમાં REC લિમિટેડના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સરકારી કંપની છે જેણે પોતાના 7,70,808 રોકાણકારોને મોટા ગુડ ન્યૂઝ આપ્યા છે.

1 / 6
જાહેર ક્ષેત્રની કંપની REC લિમિટેડ એ 1,12,747 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 24.17 ટકાનો વધારો દર્શાવે છે. શેરબજારને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે તેણે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 90,797 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. વાર્ષિક ધોરણે લોનનું વિતરણ 27.89 ટકા વધીને રૂપિયા 43,652 કરોડ થયું છે.

2 / 6
આજે સોમવારે ટ્રેડિંગ સેશન દરમ્યાન કંપનીના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. માર્કેટ બંધ થવા સમયે શેર 551 રૂપિયા પર બંધ થયો છે.મહત્વનું છે કે BSE કંપનીના શેર રૂપિયા 530.15ના સ્તરે ખૂલ્યા હતા. એક સમયે કંપનીનો શેર 5 ટકાના ઉછાળા સાથે રૂપિયા 552.95 સુધી પહોંચી ગયો હતો.કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 607.65 રૂપિયા છે. કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 159.15 રૂપિયા છે.

3 / 6
નાણાકીય વર્ષ 2024-25 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 39,655 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 58.72 ટકા વધુ છે. લોનનું વિતરણ રૂપિયા 1,534 કરોડથી બમણું વધીને રૂપિયા 5,351 કરોડ થયું છે. REC એ પાવર મંત્રાલય હેઠળની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) છે. તે ભારતમાં પાવર સેક્ટરને ધિરાણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

4 / 6
છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 234 ટકાનો વધારો જોવા મળ્યો છે. 6 મહિનામાં આ જનતાના શેરના ભાવમાં 33.40 ટકાનો વધારો થયો છે. Trendlyne ડેટા અનુસાર, છેલ્લા 3 મહિનામાં શેરના ભાવમાં 22.10 ટકાનો વધારો થયો છે.

5 / 6
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં 52.60 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીમાં જનતા 11.96 ટકા હિસ્સો ધરાવે છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો 19.91 ટકા છે. કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 9.48 ટકા છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 7:26 pm, Mon, 1 July 24

Next Photo Gallery