શું તમારું પણ PPF એકાઉન્ટ છે? તો ભૂલથી પણ ન કરતા આ ‘6 ભૂલ’, નહીંતર ગણતરીની મિનિટોમાં થશે ‘મોટું નુકસાન’

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF રોકાણનો એક લોકપ્રિય વિકલ્પ છે. આ બચત યોજનામાં રોકાણ કરવા પર કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે, તેથી તેમાં રોકાણ કરનારાઓને સારું એવું વળતર (Return) મળી શકે છે. જો કે, રોકાણકારોની કેટલીક ભૂલોને કારણે તેમનું વળતર ઓછું થઈ જાય છે. જો તમે પણ PPF માં રોકાણ કરો છો, તો તમારે એવી 6 ભૂલ વિશે પહેલાથી જ જાણી લેવું જોઈએ જે તમારા વળતરને અસર કરી શકે છે.

| Updated on: Aug 03, 2026 | 5:22 PM
1 / 6
આ સરકારી રોકાણ યોજનામાં હાલમાં સરકાર દ્વારા વાર્ષિક 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડને સૌથી વધુ લોકપ્રિય બનાવતી બાબત એ છે કે, તેમાં રોકાણની રકમથી લઈને મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળતા પૂરા પૈસા ટેક્સ ફ્રી હોય છે. જો તમે હજુ સુધી PPF એકાઉન્ટ ઓપન નથી કર્યું તો તેને જલ્દી ઓપન કરી લો, કારણ કે તેમાં કમ્પાઉન્ડિંગ ઈન્ટરેસ્ટનો લાભ મળે છે. જો તમે PPF એકાઉન્ટ ઓપન કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારું PPF એકાઉન્ટ પહેલાથી જ છે, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

2 / 6
તમને એ ખબર હોવી જોઈએ કે, જો તમે મહિનાની શરૂઆતમાં 1 થી 5 તારીખ વચ્ચે PPF એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દો છો, તો તમને એ રકમ પર તે મહિનાનું પણ વ્યાજ મળશે. ધ્યાન રાખવા જેવું એ છે કે, 5 તારીખ પછી કરવામાં આવેલા રોકાણ પર વ્યાજ પછીના મહિનાથી શરૂ થાય છે.

3 / 6
PPF એકાઉન્ટમાં મળતા લાભ જોઈને ઘણા લોકોને લાગે છે કે, તેઓ એક કરતા વધુ એકાઉન્ટ ઓપન કરશે તો તેમને વધુ લાભ મળશે પરંતુ આ તેમની મોટી ભૂલ સાબિત થાય છે, કારણ કે નિયમો અનુસાર એક વ્યક્તિ માત્ર એક જ એકાઉન્ટ ઓપન કરી શકે છે. જો તપાસ પછી એ ખુલાસો થાય કે,  એક વ્યક્તિના નામે એક કરતા વધુ PPF એકાઉન્ટ છે, તો તેને મળતા લાભ બંધ થઈ શકે છે.

4 / 6
જો તમે ઈચ્છો છો કે, તમારું PPF એકાઉન્ટ સક્રિય (Active) રહે, તો વાર્ષિક ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. જો તમે લઘુત્તમ રકમ જમા નથી કરતા, તો તમારું એકાઉન્ટ ઈનએક્ટિવ (Inactive) થઈ જશે અને તમને મળતું વળતર પણ બંધ થઈ જશે. એવામાં જ્યાં સુધી તમે દંડની ચુકવણી નહીં કરો, ત્યાં સુધી એકાઉન્ટ ફરીથી એક્ટિવ થશે નહીં.

5 / 6
જો તમે નિયમો જાણ્યા વિના એકાઉન્ટ બંધ કરી દો છો અથવા પૈસા ઉપાડી લો છો, તો પણ તમારા વળતર પર અસર પડી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં જેમ કે બાળકોના અભ્યાસ, વિદેશ જવા અથવા ગંભીર બીમારી જેવા કિસ્સાઓમાં પૈસા ઉપાડી શકાય છે પરંતુ PPF એકાઉન્ટનો લોક-ઈન પિરિયડ 15 વર્ષનો હોય છે. આ સિવાય જો તમે સમય પહેલા PPF એકાઉન્ટ બંધ કરો છો, તો વ્યાજમાંથી એક ટકાનો કાપ સરકારના ખાતામાં જાય છે.

6 / 6
આ યોજનામાં 1 વર્ષ દરમિયાન મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ આનાથી વધુ રકમ જમા કરાવે છે, તો તેને તે વધારાની રકમ પર વ્યાજ નહીં મળે અને ટેક્સનો કોઈ ફાયદો પણ નહીં મળે. જો ખાતાધારકે PPF એકાઉન્ટમાં નોમિની ઉમેર્યા નથી અથવા લગ્ન પછી નોમિનીનું નામ અપડેટ કર્યું નથી, તો ખાતાધારકના મૃત્યુ પછી મળતા લાભ માટે નોમિનીએ હેરાન થવું પડી શકે છે.

Published On - 5:21 pm, Mon, 3 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.