
પરષોત્તમભાઈ સોલંકી ભાઈ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ત્યારે આજે આપણે પરષોત્તમ સોલંકીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકીનો જન્મ 23 મે 1961ના રોજ મુંબઈમાં થયો છે.પરષોત્તમભાઈ સોલંકીનો દીકરી દિવ્યેશ પણ ચૂંટણીનો પ્રચાર કરતો જોવા મળે છે.

પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે. તેઓ 1998 થી ભાવનગર ગ્રામીણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે.

તેમણે ગુજરાત સરકારમાં મત્સ્યઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી છે.તેમના પર અયોગ્ય રીતે કોન્ટ્રાક્ટ આપીને ગુજરાત સરકારને 400 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગી ચૂક્યા છે.

પરષોત્તમભાઈ સોલંકી 1992-1993ના મુંબઈ રમખાણોમાં સક્રિય હિન્દુત્વવાદી અને મુખ્ય સૂત્રધાર હતો. શ્રીકૃષ્ણ કમિશન દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, સોલંકી સૌથી આક્રમક હિન્દુત્વવાદી હતો પરંતુ તે સમયે પરષોત્તમ સોલંકી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી હતા.

સોલંકી ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. પરષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા છે.

તેમજ ભાવનગરમાં ખુબ મોટું નામ છે. પરષોત્તમભાઈ સોલંકી માછિમાર પરિવારની રજૂઆત સાંભળી અનેક વખત રડી પડ્યા છે.

પરષોત્તમભાઈ સોલંકીએ 2007ની વિધાનસભા ચૂંટણી (12મી વિધાનસભા ચૂંટણી) જીતી અને ગુજરાતના ભાવનગરના તળાજા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય બન્યા હતા.

આ જીત બાદ , તેમને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપવા માટે પસંદ કરવામાં આવ્યા અને " મત્સ્યઉદ્યોગ મંત્રી" તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

2017માં તેઓ ભાવનગર ગ્રામીણ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા હતા.

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના બે દિગ્ગજ કોળી નેતાઓ પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી હાલ ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યાં છે.

હીરાભાઈ સોલંકી પણ ભાઈની જેમ રાજકારણમાં સક્રિય છે, તેઓ સમાજનો પ્રશ્ન હોય કે, સામાન્ય વ્યક્તિનો કોઈ પ્રશ્ન હોય તેમના મદદ માટે હંમેશા આગળ રહે છે.

પરષોત્તમભાઈ સોલંકીના પિતાનું નામ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી છે. જ્યારે તેમની માતાનું નામ મીરા મા છે.આજે તેમના બંન્ને દીકરા સમાજ, પાર્ટી અને લોકો વચ્ચે મોટું નામ છે.

હાલમાં અમરેલીના રાજુલાથી ધારાસભ્ય હિરા સોલંકીનો આક્રમક અંદાજ જોવા મળ્યો છે. રાજુલાના પટવા ગામના કોળી સમાજના એક શ્રમિક વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવતા હિરા સોલંકી લાલઘુમ થયા હતા અને ફોન કરીને પોતાનુ દબંગ રૂપ બતાવ્યુ હતુ.