
નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે વન વિજ્ઞાન કેન્દ્ર, કાકરાપાર ખાતે આપવામાં આવતી તાલીમ તેમજ વન વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ કેન્દ્ર દ્વારા તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી આનુષાંગિક પ્રવૃત્તિ અંગે પણ વિગતે જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન વનવિજ્ઞાન તાલીમ કેન્દ્ર, કાકરાપારના ૬૨ મહિલા વન રક્ષા સહાયક અને વનરક્ષક તાલીમ કેન્દ્ર, ડુંગરડા જી. ડાંગના ૯૬ પુરૂષ વન રક્ષક સહાયક તાલીમાર્થીઓએ વનમંત્રી મુકેશભાઈ પટેલને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

આ ઉપરાંત તાલીમાર્થીઓએ બેન્ડની સુરાવલિના તાલે માર્ચ પાસ્ટ કરી ઉપસ્થિત સૌને મુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તાલીમ મેળવી ફરજ માટે સજ્જ થયેલા વન રક્ષા સહાયક અને વન રક્ષક સહાયકોએ પદ અને ગોપનીયતાની શપથ લીધા હતા.
Published On - 8:28 pm, Wed, 6 March 24