
કાલોલ અને ઘોઘંબા તાલુકાના ક્ષત્રિય મંડળોમાં સક્રિય ભૂમિકામાં રહી અને દશેરા તેમજ સમૂહ લગ્નોત્સવ જેવા અનેક કાર્યક્રમોમાં અગ્રેસરની ભૂમિકા રહી છે. 2000થી ભાજપ દ્વારા કાલોલ વિધાનસભા, લોકસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તમામ ચુંટણીઓ તથા પ્રદેશ / જિલ્લા / તાલુકા દ્વારા આયોજિત તમામ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા રહી હતી.

2021થી ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સદસ્ય રહ્યા છે. સામાજિક ઉત્થાન માટે સામાજિક કાર્યક્રમોમાં સફળ નેતૃત્વ કરીને ભવ્ય આયોજન દ્વારા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ સેવા આપી હતી. આ ઉપરાંત 1998થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એનસીસીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.