આણંદ લોકસભા બેઠક પર ભાજપે મિતેશ પટેલને કર્યા રિપીટ, જાણો તેમની રાજકીય કારકિર્દી

|

Mar 14, 2024 | 9:11 PM

લોકસભા 2024ની ચૂંટણી માટે હવે બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, આ યાદીમાં આણંદ બેઠક પર મીતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા આણંદના વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલને આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર આણંદ લોકસભા સીટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

1 / 5
મિતેશભાઈ પટેલ કે જેઓ "બકાભાઈ" ના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો જન્મ 27 મી ઓગસ્ટ, 1965ના રોજ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનીયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે.

2 / 5
 મિતેશ પટેલ નાનપણથી જ ભાજપ સાથે જોડાયાં હતાં અને રાજકારણમાં સતત સક્રિય છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી.

3 / 5
સતત પાંચ વર્ષ સુધી મિતેશભાઈ આણંદ લોકસભા વિસ્તારના વિકાસ માટે દોડતાં રહ્યાં હતાં.પરિણામ સ્વરૂપ ભાજપે આ મિતેશભાઈ પટેલ ઉપર ફરી એક વખત વિશ્વાસ મુકી તેઓને આણંદ લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યાં છે.

4 / 5
મિતેશ પટેલે આ વખતે પણ જંગી બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ હાલમાં આણંદ મતવિસ્તારમાંથી સાંસદ (MP) છે.

5 / 5
આ ઉપરાંત તેઓ ફૂડ, કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના કમિટી મેમ્બર છે. તેમજ કોલસા અને ખાણ મંત્રાલયમાં કન્સલ્ટેટિવ ​​કમિટિ મેમ્બર, છે. તેઓ લક્ષ્મી પ્રોટીન પ્રાઈવેટ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે.

Next Photo Gallery