પીએમ મોદીએ દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી, જાણો પાણીની વરાળથી કેવી રીતે દોડે છે આ ટ્રેન?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શુક્રવાર 17 જુલાઈના રોજ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. આ ટ્રેન હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી સોનીપત વચ્ચે દોડશે. તેનું નામ નમો ગ્રીન રેલ રાખવામાં આવ્યું છે.

| Updated on: Jul 17, 2026 | 12:29 PM
1 / 6
આ ટ્રેનની ખાસિયત એ છે કે તે ડીઝલ અને પરંપરાગત વીજળી વગર ચાલશે. એટલે કે ભારતીય રેલવે હવે ધુમાડા અને પ્રદૂષણના યુગમાંથી બહાર આવીને સંપૂર્ણપણે ગ્રીન ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે. (Image Source | X)

2 / 6
આ ટ્રેનમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હાઈ-પ્રેશર સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. જેમાં હાઇડ્રોજન ગેસને સંપૂર્ણ સુરક્ષા સાથે સંગ્રહ કરવામાં આવે છે. (Image Source | X)

3 / 6
આ હાઇડ્રોજન ગેસને ઓક્સિજન સાથે એક ખાસ ફ્યુઅલ સેલની અંદર મિશ્રિત કરવામાં આવે છે. જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરે છે ત્યારે મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન થાય છે. (Image Source | X)

4 / 6
આ ઉત્પન્ન થયેલી વીજળીને ટ્રેનના નીચે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર્સ સુધી પહોંચાડવામાં આવે છે. જેના કારણે પૈડાં ફરવા લાગે છે અને ટ્રેન સ્પીડ પકડે છે. (Image Source | X)

5 / 6
આ ટ્રેનમાં આધુનિક લિથિયમ-આયન બેટરી પણ લગાવવામાં આવી છે. વધારાની વીજળી આ બેટરીમાં સંગ્રહિત થાય છે. જે ચઢાણ દરમિયાન અથવા ટ્રેનની શરૂઆતની સ્પીડ વધારતી વખતે એન્જિનને વધારાની શક્તિ આપે છે. (Image Source | X)

6 / 6
આ સમગ્ર પ્રક્રિયામાં એક ટીપું પણ ડીઝલ બળતું નથી. ન તો કોઈ ઝેરી ધુમાડો બહાર નીકળે છે. આ પ્રક્રિયામાં માત્ર શુદ્ધ પાણીની વરાળ જ બહાર આવે છે. (Image Source | X)

Follow Us