
PM Modi Brother : નરેન્દ્ર મોદીના બીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ પીએમ મોદી કરતા 2 વર્ષ નાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં તેની કરિયાણાની દુકાન છે અને તેની પાસે ટાયરનો શોરૂમ પણ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તે અને પીએમ મોદી બહુ ઓછા મળતા હતા.

PM Modi Brother : નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ અમૃત ભાઈ મોદી છે. તેઓ એક ખાનગી કંપનીમાં ફિટર તરીકે નિવૃત્ત થયા હતા. 17 વર્ષ પહેલા તેમનો પગાર માત્ર 10,000 રૂપિયા હતો. નિવૃત્તિ બાદ તેઓ અમદાવાદમાં ચાર રૂમના મકાનમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમની પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. તેનો 47 વર્ષનો પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. સંજયનો પોતાનો નાનો બિઝનેસ છે.

PM Modi Brother : નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે. પંકજ મોદી તેની માતા હીરાબેન સાથે રહતા હતા. પીએમ મોદી તેમની માતાને મળવા આવતા હતા.
Published On - 1:50 pm, Wed, 28 December 22