શું પતિ અને પત્ની બંનેને મળશે PM કિસાન યોજનાના પૈસા? જાણો કોણ છે આ સહાય માટે પાત્ર અને ક્યારે આવશે તમારા ખાતામાં 23મો હપ્તો!

PM કિસાન સન્માન નિધિ યોજનાને લઈને અનેક લોકોના મનમાં મૂંઝવણ છે કે શું પરિવારના બે સભ્યો એકસાથે લાભ લઈ શકે? જો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. જાણો સરકારના કડક નિયમો અને આગામી હપ્તાની સંભવિત તારીખ વિશેની સંપૂર્ણ વિગત.

| Updated on: May 03, 2026 | 4:49 PM
1 / 6
કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. જોકે, આ યોજનાના લાભને લઈને એક મોટો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે શું પતિ અને પત્ની બંને આ સહાય મેળવી શકે છે?

2 / 6
એક પરિવાર, એક લાભ: સરકારના સ્પષ્ટ નિયમો અનુસાર, પીએમ કિસાન યોજનાનો લાભ વ્યક્તિગત નહીં પણ આખા પરિવાર માટે નક્કી કરવામાં આવ્યો છે. પરિવારની વ્યાખ્યામાં પતિ, પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. તેથી, એક જ પરિવારમાંથી માત્ર એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે. જો પતિ અને પત્ની બંને ફોર્મ ભરે છે, તો માત્ર એક જ અરજી માન્ય ગણવામાં આવશે.

3 / 6
ખોટી રીતે લાભ લેનારાઓને થશે દંડ: જો કોઈ પરિવારમાં પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લઈ રહ્યા હોવાનું માલૂમ પડશે, તો સરકાર તેમની પાસેથી અત્યાર સુધી મેળવેલી તમામ રકમ પાછી ખેંચી શકે છે.

4 / 6
કોણ નથી લઈ શકતું આ યોજનાનો લાભ?: કેટલીક શ્રેણીના લોકોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે: આયકરદાતા: જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે તેઓ આ યોજના માટે પાત્ર નથી. સરકારી કર્મચારી: સરકારી નોકરી કરતા ખેડૂતોને આ લાભ મળતો નથી. પદધારકો: સાંસદ, ધારાસભ્ય, સરપંચ અને વ્યાવસાયિકો જેવા કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે સીએ પણ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. પેન્શનર્સ: જેમને માસિક 10,000 રૂપિયાથી વધુ પેન્શન મળે છે તેઓ પણ અપાત્ર છે. જમીનનું માલિકી હક: જો જમીન હજુ પણ દાદા કે પિતાના નામે હોય, તો પણ લાભ મળશે નહીં.

5 / 6
ક્યારે આવશે ૨૩મો હપ્તો?: તાજેતરમાં જ યોજનાનો 22મો હપ્તો 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દર ચાર મહિને હપ્તો જાહેર થતો હોય છે, તેથી એવી સંભાવના છે કે 23મો હપ્તો જૂન અથવા જુલાઈના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે. આ વખતે પણ પાત્ર ખેડૂતોને 2,000 રૂપિયાની સહાય પ્રાપ્ત થશે.

6 / 6
સાવચેતી એ જ બચાવ: જો તમે યોજના માટે પાત્ર હોવ તો જ સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવી. ખોટી માહિતી આપીને લાભ લેવો તમને ભવિષ્યમાં મુશ્કેલીમાં મૂકી શકે છે.

Follow Us