
નીતિ આયોગ, વિવિધ મંત્રાલયો, રાજ્ય અધિકારીઓ અને કૃષિ ક્ષેત્રના હિસ્સેદારો સાથે ચર્ચા થાય છે. બજેટ પ્રક્રિયા દરમ્યાન મળેલી સૂચનાઓ અને વધારાયેલા સમયને કારણે ખેડૂતો માટે મોટી જાહેરાતની શક્યતાઓ વધારે મજબૂત થઈ છે. પીએમ કિસાન યોજના શરૂ થયા બાદથી ખેડૂતોને દર વર્ષે ₹6,000 ની સહાય ત્રણ હપ્તામાં સીધી બેંક ખાતામાં મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાતર, બીજ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમ છતાં સન્માન નિધિની રકમ યથાવત રહી છે.

છેલ્લા બજેટમાં રકમ વધારવાની અપેક્ષા હતી, પરંતુ વધારો થયો નહોતો. હવે ફરી એક વાર આશા વધી છે કે વાર્ષિક સહાય વધારી ₹9,000 સુધી કરવામાં આવશે. જો આવું થાય છે, તો ખેડૂતોને પ્રતિ હપ્તો ₹2,000 ના બદલે ₹3,000 મળશે, જેનાથી ખેડૂતોને સારી નાણાકીય મદદ મળી શકે છે.