ખુશખબર! હવે હાથમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે જણાવી તારીખ…

દેશમાં હવે કાગળની નોટો પછી પ્લાસ્ટિકની કરન્સી ચલાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. RBI ગવર્નરે જાહેરાત કરી છે કે ક્યારે પ્લાસ્ટિકની નોટો બજારમાં આવી જશે. શું કાગળની નોટ બંધ થઈ જશે? અને આ નવી નોટની ખાસિયત શું છે?

| Updated on: Aug 05, 2026 | 3:56 PM
1 / 7
દેશભરમાં છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિક એટલે કે પોલિમર કરન્સી (Polymer Currency)ને લઈને ભારે ઉત્સુકતા હતી. હવે RBI દ્વારા આ અંગે મોટું અપડેટ આપવામાં આવ્યું છે. બેંક તરફથી લીલી ઝંડી મળ્યા બાદ હવે કાગળની નોટો જગ્યાએ મજબૂત અને ક્યારેય ન ફાટે તેવી પ્લાસ્ટિકની નોટો લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

2 / 7
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નરે મોનિટરિંગ પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં આ જાહેરાત કરી હતી. રેપો રેટ અંગે ચર્ચા કરવાની સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય બજારમાં વર્ષ 2028 સુધીમાં પ્લાસ્ટિકની નોટો સત્તાવાર રીતે ચલણમાં આવી જશે.

3 / 7
RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, બેંક આ પ્રોજેક્ટ પર અત્યારથી જ ઝડપથી કામ કરી રહી છે. રિઝર્વ બેંકનું લક્ષ્ય છે કે આગામી 2 વર્ષમાં તમામ પ્રિન્ટિંગ અને ટેકનિકલ પ્રક્રિયાઓ પૂરી કરી લેવામાં આવે, જેથી 2028 સુધીમાં આ નવી નોટો સામાન્ય જનતાના હાથમાં પહોંચાડી શકાય.

4 / 7
પ્લાસ્ટિકની નોટ આવવાના સમાચાર બાદ કાગળની નોટો બંધ થવાનો ડર હતો. જોકે, RBIએ સ્પષ્ટ કર્યું છે કે હાલની કાગળની નોટો બંધ કરવામાં નહીં આવે. સરકાર અને RBIના આયોજન મુજબ, શરૂઆતમાં કાગળ અને પ્લાસ્ટિક બંને પ્રકારની નોટો એકસાથે ચલણમાં રહેશે.

5 / 7
આ પ્લાસ્ટિકની નોટો ખાસ 'સિન્થેટિક પોલિમર' મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. આ નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીએ અનેક ગણી વધારે ટકાઉ હોય છે. વારંવાર વાપરવાથી કે ખિસ્સામાં રાખવાથી તે કાગળની જેમ ફાટતી કે ઘસાતી નથી.

6 / 7
પોલિમર કરન્સી સંપૂર્ણપણે વોટરપ્રૂફ હોય છે, જેથી પાણીમાં ધોવાઈ જવા છતાં પણ તેને કોઈ નુકસાન થતું નથી. આ ઉપરાંત, કાગળની સરખામણીએ તેના પર ધૂળ કે મેલ ઝડપથી ચોંટતો નથી, જેથી આ નોટો લાંબા સમય સુધી ગંદી થયા વિના સ્વચ્છ રહે છે.

7 / 7
પોલિમર નોટો આવ્યા બાદ નકલી નોટો (Fake Currency) બનાવવી લગભગ અશક્ય બની જશે. આ નોટોમાં પારદર્શક હોલોગ્રામ અને ખાસ એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ ઉમેરવામાં આવે છે, જેની નકલ કરવી અસામાજિક તત્વો માટે ખૂબ જ મુશ્કેલ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.