Plant In Pot : પંજાબી, ગુજરાત સહિતની વાનગીઓનો સ્વાદ વધારનારી ડુંગળી ઘરે જ ઉગાડો, જુઓ તસવીરો

|

Aug 29, 2024 | 3:27 PM

ઘરે ગુજરાતી, પંજાબી સહિતની વાનગીઓ બનાવવામાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી ખાવાનો તો સ્વાદ વધારે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભ થાય છે. ડુંગળીનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

1 / 5
ડુંગળીના ભાવમાં વધઘટ થતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં તમે ઘરે જ ડુંગળીને ઉગાડી શકો છો.  ઘરે કૂંડામાં ડુંગળી ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ કૂંડુ લો. કૂંડુ પસંદ કરતા સમયે ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોવુ જોઈએ.

2 / 5
હવે કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરો અને તેમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પાણી નાખીને માટીને ભીની કરી દો.

3 / 5
ઘરે ડુંગળી ઉગાડવા માટે સારી ગુણવત્તાના બીજ લો. તેને માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ રોપી તેના પર માટી નાખી દો. બીજને થોડાક થોડાક અંતરે રોપો જેથી સરળતાથી ડુંગળી ઉગી શકે.

4 / 5
ડુંગળીનો છોડ ઉગાડેલા કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ અને છાંયડો સમાન પ્રમાણમાં છોડને મળે. જો કે આ છોડને વધારે કાળજીની જરુર નથી.

5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. હવે થોડાક જ દિવસોમાં ડુંગળી તૈયાર થઈ જશે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Published On - 3:26 pm, Thu, 29 August 24

Next Photo Gallery