Plant In Pot : મુખવાસથી લઈ પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા પાનના આ વેલાને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Jul 25, 2024 | 4:11 PM

આપણા દેશમાં નાગરવેલના પાનનો ઉપયોગ પૂજા - પાઠ સહિત મુખવાસમાં પણ કરવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કૂંડામાં જ કેવી રીતે નાગરવેલો ઉગાડી શકાય.

1 / 5
આપણે ઘણીવાર વિવિધ કાર્યોમાં પાનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે નાગરવેલના પાન ચાવીને ખાવાથી પણ અઢળક ફાયદાઓ થાય છે. આ પાનના વેલાને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

2 / 5
નાગરવેલને ઉગાડવા માટે બીજ, ખાતર, માટી, પાણી અને કૂંડાની જરુર પડશે. હવે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી અને થોડું છાણિયુ ખાતર ભરો.

3 / 5
 વેલો ઉગાડવા માટે ઉત્તમ ગુણવત્તાના બીજ લો. હવે તેને 2 થી 3 ઈંચ ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી અને પાણી પીવડાવો. આ કૂંડાને સૂર્યપ્રકાશમાં મુકો.

4 / 5
મિશ્રણમાં સમયાંતરે પાણી ઉમેરતા રહો. લગભગ 2 અઠવાડિયા પછી બીજ અંકુરિત થવાનું શરૂ કરશે. બીજ અંકુરિત થયા પછી કૂંડામાં ખાતર ઉમેરો અને પછી પાણી ઉમેરો.

5 / 5
જ્યારે 3 થી 4 અઠવાડિયા પસાર થઈ જાય ત્યારે કૂંડાની મધ્યમાં એક લાકડી મૂકો જેથી વેલને ટેકો મળી શકે. તમે જોશો કે લગભગ 3 થી 4 અઠવાડિયા પછી નાગરવેલના પાન ઉગવાના શરુ થશે. પછી તમે તેનો ઉપયોગ પૂજા અને ભોજન માટે કરી શકો છો.

Next Photo Gallery