Plant In Pot : કમળ ઘરે ઉગાડવા તળાવની નહીં ટબની જરુરિયાત છે, આ ટીપ્સ અપનાવો, જુઓ તસવીરો

|

Aug 28, 2024 | 7:45 AM

લોકો પોતાના ઘરના બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો લગાવે છે. આ ફૂલો ઘરની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા લોકો તેમના બગીચાને તેમના મનપસંદ ફૂલોથી શણગારે છે. જો કે જેમને કમળનું ફૂલ ગમે છે તેઓ તેને ઘરે નથી ઉગાડતા. આ સરળ ટીપ્સથી ઘરે જ કમળ ઉગાડી શકો છો.

1 / 5
માતા લક્ષ્મીનું પ્રિય ફુલ એવા કમળ સૌ કોઈ લોકોને ગમતુ હોય છે. પરંતુ ઘરે આ ફુલ કેવી રીતે ઉગાડાય તેને લઈને અનેક પ્રશ્નો થતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે કેવી રીતે કમળને ઘરે ઉગાડી શકાય.

2 / 5
ઘરે કમળ ઉગાડવા માટે સૌથી પહેલા એક ઊંડુ ટબ લો. આ ઉપરાંત નાના કમળના બીજ લો. તેને ઉપરની બાજુથી સફેદ ભાગના દેખાય ત્યાં સુધી ઘસી લો. હવે આ બીજને પાણીમાં પલાળી દો.

3 / 5
કમળ કાકડીને ત્યાં સુધી પાણી પલાળી રાખો. જ્યાં સુધી તેમાંથી અંકુર ફૂટવા ન લાગે. ત્યાર બાદ માટીમાં રેતી, છાણિયુ ખાતર અને જો તળાવની ચીકણી માટી હોય તો બધાને બરાબર મિક્સ કરો.

4 / 5
કમળ ઉગાડવા માટે તૈયાર કરેલી માટીને ભીની કરીને ટબની અંદરના તળિયાના ભાગે બરાબર લગાવી દો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા બીજને અંદર રોપી તેને પર થોડી રેતી નાખો.

5 / 5
 ટબમાં બીજ રોપીને પાણી ભરી દો. પરંતુ ધ્યાન રાખો કે ટબ કે ડોલને સંપૂર્ણ રીતે ન ભરો. ઉપરથી થોડી જગ્યા રહેવા દો. થોડા દિવસના અંતરમાં ટબનું પાણી બદલતુ રહેવુ. હવે થોડા દિવસમાં જ ઘરે કમળનું ફુલ ઉગવા લાગશે.

Published On - 1:09 pm, Sun, 25 August 24

Next Photo Gallery