Plant In Pot : ખાટા-મીઠા ફળ એવા અનાનસના છોડને ઘરે કૂંડામાં જ ઉગાડો, જુઓ તસવીરો

|

Jul 11, 2024 | 1:26 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનીંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનમાં મોંઘા ફળથી લઈ ગુણવત્તાયુક્ત અનેક શાકભાજી ઉગાડી શકાય છે. ત્યારે આજે આપણે ઘરે કૂંડામાં અનાનસ કેવી રીતે ઉગાડવુ તે જાણીશું.

1 / 5
અનાનસ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અનાનસને પાઈનેપલ તરીકે પણ ઓળખવામાં આવે છે.પાઈનેપલ સામાન્ય રીતે દેખાવમાં લીલા કાંટાવાળું ફળ હોય છે, પરંતુ તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.આજે ઘરે કૂંડામાં અનાનસ કેવી રીતે ઉગાડવુ તે જોઈશું.

2 / 5
અનાનસ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા નર્સરીમાંથી ઉત્તમ ગુણવત્તાના બીજ લાવો. બીજથી છોડ ન ઉગાડવો હોય તો અનાનસ ખરીદો ત્યારે તેના ઉપર રહેલો પાનવાળા ભાગને કાપીને પાણીમાં રાખો. આમ કરવાથી તેના રુટસ ઉગશે.

3 / 5
પાઈનેપલને ઉગાડવા માટે એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. માટી ભરતા ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોવી જોઈએ. જેમાં રેતીનું પ્રમાણ વધારે હોય.

4 / 5
કૂંડામાં માટી ભર્યા પછી છાણિયુ ખાતર નાખી મીક્સ કરો. ત્યાર બાદ પાણીમાં રાખેલો અનાનસના ઉપરના ભાગને કૂંડામાં ઉગાડો. તેમાં  જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. ધ્યાન રાખો કે પાણી વધારે ન પીવડાવો.

5 / 5
અનાનસનો છોડ ગરમ વાતાવરણનો છોડ છે. પાઇનેપલના છોડને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે તેનું ધ્યાન રાખો. જેથી તેનો ગ્રોથ ઝડપી થાય છે. 2-3 મહિનામાં છાણિયું ખાતર નાખો. એક વર્ષ પછી અનાનસનું ફળ આવશે. ( Image - House Digest )

Next Photo Gallery