Plant In Pot : પિત્ઝાથી લઈ સલાડ સુધીમાં ઉપયોગ કરતા ચેરી ટામેટાને ઘરે ઉગોડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Jun 23, 2024 | 10:23 AM

મોટાભાગના બધા લોકોને પિત્ઝા, પાસ્તા તેમજ અવનવી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તેમના ચેરી ટામેટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે ઘરના આંગણામાં કે કૂંડામાં જ કેવી રીતે ચેરી ટામેટા ઉગાડી શકાય તે જાણીશું

1 / 5
ચેરી ટમેટાંનો ઉપયોગ સલાડ તેમજ અનેક વાનગીઓમાં થાય છે. તેને બજારમાંથી ખરીદવાને બદલે તમે તેને તમારા ઘરના કિચન ગાર્ડનમાં પણ ઉગાડી શકાય છે.

2 / 5
ચેરી ટામેટા ઘરે ઉગાડવા માટે સૌ પ્રથમ માટી અને છાણીયા ખાતરને મિક્સ કરીને એક કૂંડામાં ભરી લો.

3 / 5
ત્યાર બાદ કૂંડામાં 2 થી 3 ઈંચ માટીની અંદર ચેરી ટમેટાના બીજ નાખો. બીજ રોપ્યા પછી તરત જ કૂંડામાં એકથી બે કપ પાણી નાખો.

4 / 5
ચેરી ટમેટાના છોડને દિવસમાં એકવાર પાણી પીવડાવો અને તેને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં ન રાખો.ચેરી ટામેટામાં જીવાત ન થાય તે માટે તમે બજારમાં મળતી કીટનાશક દવાનો છંટકાવ કરી શકો છો.

5 / 5
જો તમારે કીટનાશક દવાનો ઉપયોગ ન કરવો હોય તો તમે લીમડાના તેલનો છંટકાવ કરો. ચેરી ટામેટાં લગભગ 1 થી 2 મહિનામાં છોડ પર ઉગવાનું શરૂ થશે. જ્યારે તે સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે તમે ચેરી ટમેટાંનો ઉપયોગ કરી શકો છો.

Next Photo Gallery