Plant In Pot : ચીકુની અઢળક વાનગીઓ બનાવો, આ સરળ ટીપ્સથી ઘરે ઉગાડો ચીકુનો છોડ, જુઓ તસવીરો

|

Jul 20, 2024 | 4:28 PM

આજકાલ મોટાભાગના લોકોને લીલા - શાકભાજી, ફળ, ફુલ સહિતના છોડ ઘરે ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે ઘરે કૂંડામાં કેમિકલ મુક્ત શાકભાજી ઉગાડવા માટે કેટલીક ટીપ્સ અપનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે ચીકુ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

1 / 6
સ્વાદમાં મીઠા અને સ્વાદિષ્ટ ચીકુ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેનું સેવન કરવાથી અનેક ફાયદાઓ પણ થાય છે. આજે આપણે ઘરે કેવી રીતે ચીકુ ઉગાડી શકાય તે જાણીશું

2 / 6
 ચીકુના છોડને બીજ અને કટીંગ દ્વારા ઉગાડી શકાય છે. જો તમે કટીંગ દ્વારા છોડ ઉગાડવામાં આવે તો ઝડપથી ચીકુનું ફળ આવે છે.

3 / 6
ઘરે ચીકુનો છોડ ઉગાડવા માટે એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી ભરો. માટીમાં છાણિયું ખાતર મિક્સ કરો. ત્યારબાદ નર્સરીમાંથી એક ઉત્તમ ગુણવત્તાનો છોડ ખરીદો.

4 / 6
માટીમાં 3 થી 4 ઈંચની ઊંડાઈએ ચીકુના છોડને રોપો. ચીકુના છોડને દરરોજ એક વખત પાણી નાખો. તેમજ ધ્યાન રાખો કે છોડમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે.

5 / 6
ચીકુના છોડમાં રાસાયણિક ખાતરને બદલે ગાયના છાણનો ઉપયોગ કરો. છોડમાં જંતુના ઉપદ્રવને અટકાવવા માટે લીમડાના તેલનો છંટકાવ કરો.( All Pic - Social Media )

6 / 6
ચીકુના છોડને ફળ ઉગાડવામાં લગભગ 3 થી 4 વર્ષનો સમય લાગે છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery