
હવે તેમનું ઘર એન્ટિલિયા પણ જય શ્રી રામના નાદથી ઝગમગી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ દેશભરમાં દિવાળી જેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો તેમના ઘરોને સજાવી રહ્યા છે અને તેમને દીવાઓથી પ્રગટાવવાની તૈયારી કરી રહ્યા છે.

એન્ટિલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરો અનુસાર અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેક પહેલા એન્ટિલિયાને ભવ્ય રીતે સજાવવામાં આવી છે. બહુમાળી ઇમારતની ટોચ પર જય શ્રી રામનું સૂત્ર ઝળહળી રહ્યું છે. સમગ્ર બિલ્ડીંગને રોશનીથી શણગારવામાં આવી છે.

અંબાણી પરિવાર પણ રામ ભક્તિમાં લિન બન્યું છે. ઐતિહાસિક અવસરની વિશ્વના સૌથી વૈભવી ઘરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.