‘PhonePe’ IPO પર બ્રેક… શેરબજારની અસ્થિરતાને જોતા કંપનીએ લિસ્ટિંગનો પ્લાન હાલ પૂરતો ટાળ્યો

ભારતીય શેરબજારમાં ચાલી રહેલ ભારે ઉથલપાથલની સીધી અસર હવે દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe પર જોવા મળી રહી છે. રોકાણકારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે PhonePe IPO પર કંપનીએ હાલ પૂરતી 'બ્રેક' મારી દીધી છે.

| Updated on: Mar 16, 2026 | 8:43 PM
1 / 5
ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપની ફોનપે (PhonePe) ના આઈપીઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. શેરબજારમાં ચાલી રહેલી ભારે અસ્થિરતાને જોતા કંપનીએ તેની પબ્લિક માર્કેટ લિસ્ટિંગ પ્રક્રિયાને હાલ પૂરતી ટાળી દીધી છે. કંપનીનું કહેવું છે કે, વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સ્થિરતા આવ્યા બાદ તે ફરીથી આ પ્રક્રિયા શરૂ કરશે. PhonePe ના CEO સમીર નિગમે જણાવ્યું હતું કે, "અમે પૂરી ઈમાનદારીથી આશા રાખીએ છીએ કે, પ્રભાવિત તમામ વિસ્તારોમાં ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે. અમે ભારતમાં પબ્લિક લિસ્ટિંગ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ."

2 / 5
પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને કારણે શેરબજારમાં અસ્થિરતા વધી છે, જે આગામી સપ્તાહમાં આઈપીઓ (IPO) લાવવાની યોજના બનાવી રહેલી ઘણી કંપનીઓને અટકાવી રહી છે. આમાંથી એક હવે PhonePe છે કે, જેણે પોતાનો પ્લાન હોલ્ડ પર રાખીને લોન્ચિંગની ટાઈમલાઈનનું ફરીથી મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. માત્ર PhonePe જ નહીં પરંતુ ઘણી કંપનીઓ વિચાર કરી રહી છે કે, શું તેમણે ઓછા વેલ્યુએશન પર આગળ વધવું જોઈએ કે બજારની સ્થિતિ સ્થિર થવાની રાહ જોવી જોઈએ?

3 / 5
પ્રાઇમ ડેટાબેઝના જણાવ્યા અનુસાર, હાલમાં 141 કંપની પાસે આઈપીઓ લાવવા માટે માર્કેટ રેગ્યુલેટરની મંજૂરી છે, જે મંજૂરીની તારીખથી એક વર્ષ સુધી માન્ય રહે છે. આ કંપનીઓને IPO દ્વારા અંદાજે 1.64 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી મળી છે. આમાંથી ઓછામાં ઓછી 80 કંપની પાસે તેમનો ઈશ્યૂ લોન્ચ કરવા માટે હજુ 3 થી 9 મહિનાનો સમય છે. એવામાં, જો સેકન્ડરી માર્કેટમાં આવી જ વધઘટ ચાલુ રહેશે, તો બેન્કરો નવી લિસ્ટિંગ માટે રોકાણકારોના રસને લઈને સાવધ રહી શકે છે.

4 / 5
ફોનપે લિમિટેડ એક ટેકનોલોજી કંપની છે, જે પેમેન્ટ, ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન અને ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવે છે. તેનું હેડક્વાર્ટર ભારતમાં છે અને PhonePe ડિજિટલ પેમેન્ટ એપ વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં આ પ્લેટફોર્મ ઉપર 65 કરોડથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ હતા અને તેનું નેટવર્ક 4.7 કરોડથી વધુ વેપારીઓ સુધી ફેલાયેલું હતું.

5 / 5
કંપનીની સર્વિસમાં ગ્રાહક અને વેપારી પેમેન્ટ, ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસીસ તેમજ લેન્ડિંગ (ધિરાણ) અને ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશનનો સમાવેશ થાય છે. આના નવા પ્લેટફોર્મમાં Share.Market (સ્ટોક બ્રોકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ) અને Indus Appstore (Android-આધારિત મોબાઈલ એપ માર્કેટપ્લેસ) નો સમાવેશ થાય છે.