
બ્રાઈટનેસ : ફોન પહેલા કરતા મોટા ડિસ્પ્લે સાથે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બ્રાઈટનેસ ખૂબ વધારે હોવાને કારણે બેટરી ઉતરી જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા સ્માર્ટફોનની બ્રાઇટનેસ ઓછી કરીને બેટરી બચાવી શકો છો. તેનાથી તમારી આંખોને ઓછું નુકસાન પણ થાય છે.

બેકગ્રાઉન્ડ એપ : ઓછી બેટરીના કિસ્સામાં, ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ અને અપડેટ્સ બંધ કરી દેવા જોઈએ. કારણ કે જ્યારે તમે તેનો ઉપયોગ ન કરતા હો ત્યારે પણ આ એપ્સ ડેટા અને બેટરીનો વપરાશ કરતી રહે છે તેના કારણે પણ બેટરી જલદી ઉતરે છે

પાવર સેવિંગ મોડ : જ્યારે તમારા ફોનની બેટરી ઓછી હોય, પરંતુ તમારે ફોન પર હજુ પણ કેટલાક કામ કરવાનું બાકી છે. પછી તમે તમારા ફોનને પાવર સેવિંગ મોડમાં મૂકી શકો છો. આ મોડમાં ગયા પછી, ફોન એપ્સના ઉપયોગને નિયંત્રિત કરે છે જે વધુ બેટરી વાપરે છે.