Petrol Diesel Storage Rules : સામાન્ય માણસ વધુમાં વધુ કેટલું પેટ્રોલ-ડિઝલ ખરીદી સ્ટોર કરી શકે? તમે નહીં જાણતા હોવ કાયદો

Middle East tention ને કારણે પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ છે, જેનાથી લોકો મોટી માત્રામાં ઇંધણનો સંગ્રહ કરી રહ્યા છે. જોકે નિષ્ણાતો પુરવઠો સામાન્ય હોવાનું જણાવે છે.

| Updated on: Mar 16, 2026 | 3:55 PM
1 / 6
છેલ્લા કેટલાક દિવસોમાં અફવાઓના કારણે ઘણા પેટ્રોલ પંપ પર અચાનક ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના વાહનો ઉપરાંત ગેલન, કેન અને ડ્રમ લઈને મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પહોંચતા જોવા મળે છે. જેના કારણે ઘણા સ્થળોએ લાંબી કતારો પણ લાગી રહી છે.

2 / 6
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચાર હવે સામાન્ય લોકોના જીવનને પણ અસર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ ખરીદતા દેખાય છે. કેટલાક વીડિયોમાં લોકો કેન અને ડ્રમ લઈને પેટ્રોલ પંપ પર પહોંચતા દેખાય છે, જ્યારે કેટલાક વીડિયોમાં મોટી પાણીની ટાંકીમાં ડીઝલ ભરાતું પણ જોવા મળે છે. જોકે નિષ્ણાતો જણાવે છે કે હાલમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. તેમ છતાં આવા વાયરલ વીડિયો અને અફવાઓને કારણે લોકોમાં શંકા ઊભી થઈ છે કે શું ખરેખર ઇંધણની અછત સર્જાઈ શકે? સાથે જ લોકોમાં એક પ્રશ્ન પણ ઊભો થયો છે કે સામાન્ય વ્યક્તિ એક સમયે કેટલું પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી અને ઘરે સંગ્રહ કરી શકે?

3 / 6
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના સંગ્રહ માટે પેટ્રોલિયમ નિયમો 2002 લાગુ પડે છે. આ નિયમો અનુસાર, સામાન્ય વ્યક્તિ પોતાના વાહનની ટાંકીની ક્ષમતા મુજબ પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકે છે. પરંતુ કન્ટેનરમાં ઇંધણ સંગ્રહ કરવા માટે ચોક્કસ મર્યાદા અને નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

4 / 6
નિયમો મુજબ, કોઈપણ સામાન્ય વ્યક્તિ લાયસન્સ વિના પોતાના ઘરે વધુમાં વધુ 30 લિટર પેટ્રોલ અથવા ડીઝલ સંગ્રહ કરી શકે છે. આ ઇંધણ સુરક્ષિત અને મજબૂત કન્ટેનરમાં જ રાખવું જરૂરી છે. સામાન્ય રીતે આ કન્ટેનર ધાતુ અથવા ખાસ પ્રકારના મજબૂત પ્લાસ્ટિકમાંથી બનેલા હોવા જોઈએ અને તેને સારી રીતે સીલ કરેલા હોવા જોઈએ જેથી અકસ્માતનું જોખમ ઓછું રહે. સાથે જ, કન્ટેનરમાં ઇંધણ ભરતી વખતે થોડું ખાલી સ્થાન રાખવું પણ જરૂરી છે. આથી હવાનું પરિભ્રમણ રહે છે અને અંદર દબાણ વધવાનું જોખમ ટળે છે.

5 / 6
જો કોઈ વ્યક્તિને ઘરે 30 લિટરથી વધુ પેટ્રોલ અથવા ડીઝલ સંગ્રહ કરવાની જરૂર હોય, તો તેને સ્થાનિક પેટ્રોલિયમ સત્તાધિકારી પાસેથી પરવાનગી લેવી પડે છે. આ માટે યોગ્ય પ્રક્રિયા દ્વારા લાયસન્સ મેળવવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ લાયસન્સ વિના નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇંધણ સંગ્રહ કરતા પકડાય છે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. પેટ્રોલિયમ એક્ટ 1934 અને પેટ્રોલિયમ રૂલ્સ 2002 મુજબ, પહેલી વાર નિયમોનો ભંગ કરવા પર એક મહિના સુધીની જેલ અથવા ₹1,000 સુધીનો દંડ, અથવા બંને સજા થઈ શકે છે.

6 / 6
જો આ પ્રકારનો ભંગ વારંવાર થાય, તો ત્રણ મહિના સુધીની જેલ અને ₹5,000 સુધીનો દંડ થઈ શકે છે. વધુમાં, જો કોઈ વ્યક્તિ પેટ્રોલ અથવા ડીઝલનો કાળાબજાર કરતા પકડાય, તો તેના વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થઈ શકે છે અને તેને 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.