
વિદેશમાં પાસપોર્ટ ખોવાઈ જવો એ કોઈપણ પ્રવાસી માટે એક મોટી સમસ્યા છે. આ સમસ્યાથી તમારી આખી સફર બગડી શકે છે. એવામાં, સારા સમાચાર એ છે કે ભલે આ પરિસ્થિતિ નિરાશાજનક હોય પરંતુ જો તમે યોગ્ય પગલાંઓનું પાલન કરો છો, તો તમે આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો.

સૌથી પહેલા તો, જ્યારે તમને ખબર પડે કે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે, ત્યારે તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં 'પાસપોર્ટ' ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવવી જોઈએ. આ પ્રોસેસ તમને લીગલી પ્રોટેક્શન આપશે. વધુમાં સત્તાવાર પ્રૂફ રહે છે કે, તમારો પાસપોર્ટ ચોરાઈ ગયો છે કે ખોવાઈ ગયો છે. પોલીસ તમને લોસ્ટ પ્રોપર્ટી રિપોર્ટ અથવા ફરિયાદની નકલ આપશે, જે આગળની દરેક પ્રોસેસમાં તમારી મદદ કરશે.

પોલીસનો રિપોર્ટ મળ્યા પછી, તમારે Indian Embassy અથવા High Commission નો સંપર્ક કરવો પડશે. આ એકમાત્ર ઓથોરિટી છે, જે વિદેશમાં તમારી ઓળખ ચકાસી શકે છે અને તમને ભારત પાછા મોકલવામાં મદદ કરી શકે છે.

આ સિવાય જ્યારે સમય ઓછો હોય અને તમારે જલ્દી તમારા દેશમાં પરત ફરવું હોય, ત્યારે Embassy એક Emergency Certificate ઇસ્યુ કરે છે. આ એક વખતનો મુસાફરી દસ્તાવેજ હોય છે, જે તમને સીધા ભારત પાછા ફરવાની મંજૂરી આપે છે. તે પાસપોર્ટનું સ્થાન લેતું નથી પરંતુ ઘરે પાછા ફરવા માટેની સૌથી ઝડપી ટિકિટ છે. આ માટે તમારે પોલીસ રિપોર્ટ, આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, પાસપોર્ટ ફોટો અને એપ્લિકેશન ફીની જરૂર પડશે.

જો તમારા પ્રવાસની યોજના હજુ પણ ચાલુ છે અને તમે મુસાફરી આગળ વધારવા માંગો છો, તો દૂતાવાસ તમારા માટે નવો તાત્કાલિક (ટેમ્પરરી) પાસપોર્ટ પણ ઇસ્યુ કરી શકે છે. આ પ્રોસેસને ઇમરજન્સી સર્ટિફિકેટ કરતાં થોડો વધુ સમય લાગે છે, કારણ કે તેમાં તમારી ઓળખની વધુ વિગતવાર ચકાસણીની જરૂર પડતી હોય છે.

એકવાર ઇમરજન્સી સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય પછી તમને ઘરે પાછા ફરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવે છે. તમે હંમેશની જેમ તમારી ફ્લાઇટ બુક કરાવી શકો છો. ધ્યાન રાખો કે, એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ તમારા ઇમરજન્સી સર્ટિફિકેટને પોલીસ રિપોર્ટ સાથે ક્રોસ-વેરિફાઇ કરશે.

નિષ્ણાતો હંમેશા તમારા પાસપોર્ટની ફોટોકોપી સાથે રાખવાની અને ઈમેલ અથવા ક્લાઉડ સ્ટોરેજ દ્વારા ડિજિટલ કોપી સાચવવાની ભલામણ કરે છે. આ કોપી એમ્બેસી વેરિફિકેશન માટે ખૂબ જ મદદરૂપ બને છે.
Published On - 7:23 pm, Mon, 1 December 25