Paris Paralympic 2024 : પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળી ખાસ ભેટ, ભારત સરકારે કરી મોટી જાહેરાત

|

Sep 11, 2024 | 1:14 PM

પેરાલિમ્પિક 2024માં ભારતે કુલ 29 મેડલ જીત્યા છે.ભારતીય એથ્લીટનું પ્રદર્શન આ દરમિયાન ખુબ જ સુંદર જોવા મળ્યું હતુ. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં કુલ 7 ગોલ્ડ મેડલ જીત્યા હતા. હવે ભારત સરકારે આ એથ્લિટો માટે એક મોટી જાહેરાત કરી છે.

1 / 5
ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાયેલી પેરાલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. ભારતે આ પેરાલિમ્પિકમાં કુલ 29 મેડલ જીત્યા છે. જેના કારણે મેડલ ટેલીમાં ભારત 18માં સ્થાને રહ્યું હતુ. આ પેરાલિમ્પિક ઈતિહાસમાં ભારતનું સૌથી બેસ્ટ પ્રદર્શન રહ્યું છે.

2 / 5
ભારતીય એથ્લીટોએ આખી દુનિયામાં ભારતનું નામ ઉંચુ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ભારત સરકારે આ એથ્લિટો માટે હવે પ્રાઈઝમનીની જાહેરાત કરી છે.

3 / 5
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને 75 લાખ રુપિયા, સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ રુપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓને 30 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. મિક્સ ટીમ ઈવેન્ટમાં જીતનાર 22.5 લાખ રુપિયા મળશે.

4 / 5
આ જાહેરાત મેડલ વિજેતાઓને સન્માનિત કરવા માટેના કાર્યક્રમ દરમિયાન કરી હતી. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓએ 7 ગોલ્ડ મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ, 9 સિલ્વર મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા છે.

5 / 5
ભારતે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં 50 મેડલનો આંકડો પણ પાર કર્યો. ભારતીય પેરા એથ્લેટ્સ સ્વદેશ પરત ફર્યા છે. મંગળવારે સેંકડો ચાહકોએ ભારતીય પેરાલિમ્પિક મેડલ વિજેતાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Next Photo Gallery