
ભારત માટે અજીત સિંહે સિલ્વર મેડલ અને સુંદર સિંહ ગુર્જરે મેન્સ જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અજીત સિંહે 65.62 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. સુંદર સિંહ ગુર્જરે 64.96 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો, ભારતે ઉંચી કૂદ અને ભાલા ફેંકમાં બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

આ દિવસે ભારતે કુલ પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતની મેડલ સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં અત્યાર સુધીની એક જ આવૃત્તિમાં ભારતના સૌથી વધુ મેડલ છે.

મેન્સ હાઈ જમ્પ T63 સ્પર્ધામાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.

જેમાં શરદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે મરિયપ્પન થંગાવેલુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મરિયપ્પને 1.85 મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. શરદ કુમારે પેરાલિમ્પિક રેકોર્ડ તોડ્યો અને 1.88 મીટરના જમ્પ બાદ સિલ્વર કબજે કર્યો.

આ પહેલા ભારતે ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ માટે અત્યાર સુધીની તેની સૌથી મોટી ટુકડી મોકલી હતી અને તેની નજર આ વખતે 25 થી વધુ મેડલ જીતવા પર છે. ભારતીય ખેલાડીઓ હજુ પણ વધુ મેડલ લાવીને મોટો રેકોર્ડ બનાવવાના પ્રયાસ પર નજર રાખી રહ્યા છે.
Published On - 8:50 am, Wed, 4 September 24