Gujarati NewsPhoto galleryPanchmahal first time Gujarat gray headed lapwing spotted near Vada Lake Pavagadh
પંચમહાલ : ગુજરાતમાં પ્રથમવાર પાવાગઢના વડા તળાવ નજીક જોવા મળી શિર રાખોડી ટીટોડી- જુઓ Photos
પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડાતળાવમાં શિયાળાની ઋતુમાં અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. આ તળાવમાં આ વખતે દુર્લભ પ્રકારની શિર રાખોડી ટીટોડી જેવા મળી છે. આ રાખોડી ટીટોડી પ્રથમવાર ગુજરાતમાં દેખાઈ હોવાનો વનવિભાગના RFOનો દાવો છે.
આ ટીટોડી ગ્રે હેડેડ લેગવિંગ તરીકે પણ ઓળખાય છે. આરએફઓ જયેશ દુમાડિયાના જણાવ્યા મુજબ આ પક્ષી ચીન કે જાપાનમાં જ જોવા મળે છે.
5 / 5
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડાતળાવમાં મોટી સંખ્યાની અંદર વિદેશી પક્ષીઓ તેના મહેમાન બનતા હોય છે. હાલના સમયમાં મોટી સંખ્યામાં અહી વિદેશી પક્ષીઓ આવતા હોય છે.