પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી બાજુ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફ ભારત વિરુદ્ધ આક્રમક હુમલા કરી રહ્યું છે પરંતુ આ વચ્ચે એક ગુપ્તચર રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનની પાસે માત્ર 4 દિવસ યુદ્ધ કરી શકે તેટલો દારુ ગોળો છે. ત્યારે મિસાઈલથી હુમલો કરનાર પાકિસ્તાન થોડા દિવસોમાં જ ઘુંટણીયે પડી શકે છે.

આનો મતલબ સ્પષ્ટ થયો કે, જો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ યુ્દ્ધ કર્યું તો પાડોશી દેશ પાસે ઘુંટણિયે પડવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે ભારતીય સેનાની મૌન રણનીતિ હાલના સમયમાં પાકિસ્તાન માટે આવનાર તોફાન જેવી છે.

પાકિસ્તાનની સેના હાલમાં ગોળા બારુદ સંકટનો સામનો કરી રહી છે. જેનાથી તેની યુદ્ધ ક્ષમતા માત્ર 4 દિવસ સુધી સીમિત છે. ANI અને મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આર્ટિલરી ગોળા બારુદ ભંડાર એટલા ઓછા થઈ ગયા છે કે, તે ફક્ત 96 કલાક માટે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધનો સામનો કરી શકે છે.

પાકિસ્તાની લશ્કરી નેતૃત્વ આ પરિસ્થિતિ અંગે ખૂબ ચિંતિત છે. 2 મે 2025 ના રોજ યોજાયેલી ખાસ કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન પાસે ભારત સાથે લાંબુ યુદ્ધ લડવા માટે ન તો દારૂગોળાની ક્ષમતા છે અને ન તો આર્થિક સંસાધનો.