
જે પી નડ્ડાએ ઉમેદવારી ભરતા સમયે રજૂ કરેલ એફિડેવિટ મુજબ તેમની અને તેમના પત્નિના નામે કુલ 7 કરોડથી વધુની સંપતિ ધરાવે છે. તેમની પાસે 19 કરોડની કિંમતની જમીન છે. તેમના નામે ઈનોવા પાર છે તો પત્નિના નામે ફોરચ્યુનર કાર છે.

ભાજપના ઉમેદવાર ડોકટર જસવંતસિહ વ્યવસાયે તબીબ છે. તેઓ તબીબ હોવા છતા ઈંગ્લેન્ડની વેબલી રિવોલ્વર ધરાવે છે. વ્યવસાયે તબીબ એવા રાજકારણી જસવંતસિંહને વેબ્લી રિવોલ્વર રાખવાની કેમ જરૂર પડે છે તે રાજકારણમાં આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.

જસવંતસિંહ પાસે કરોડોની સંપતિ છે. ઉમેદવારીપત્ર ભરતા સમયે રજૂ કરેલ સોગંદનામા અનુસાર, જસંવતસિંહે 1 કરોડથી વધુનો આવકવેરો ભર્યો છે. તેમની પાસે પજેરો, મારુતિ કાર છે. તો તેમના પત્નિ પાસે નિશાન, ઓડી જેવી મોંધીદાટ કાર છે.

ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકના માથે 40 લાખનું દેવુ છે. જો કે તેઓ 11 કરોડની સંપતિના માલિક પણ છે. તેમના નામે ફોરચ્યુનર અને થાર એમ બે કાર છે તો તેમના પત્નિના નામે કોઈ વાહન નથી.

ગુજરાત જેવા શાંત રાજ્યમાં વસતા મયંક નાયક 32 બોરની રિવોલ્વર ધરાવે છે. રાજ્યસભાની ઉમેદવારીપત્ર ભરતા સમયે રજૂ કરેલ સોંગદનામામાં ઉલ્લેખ કર્યો છે કે તેમણે, ગત વર્ષે 17 લાખનો આવકવેરો ભર્યો છે. તેમની પાસે 1 કિલોથી વધુનું સોનુ છે. 3 કિલો ચાંદી પણ ધરાવે છે. જ્યારે તેમના પત્નિ પાસે દોઢ કિલો સોનુ અને 6 કિલો ચાંદી છે.
Published On - 1:11 pm, Fri, 16 February 24