
તમારી પાસે જરુરી પૈસા,આધાર કાર્ડ, બેન્ક ડિટેલ્સ રાખવી જોઈએ.ઈમરજન્સી જેવી સ્થિતિમાં તમારી નજીકની હોસ્પિટલ તેમજ પોલિસ સ્ટેશનની જાણકારી તમને હોવી જોઈએ.

હાઈજીન કિટ પણ રાખવી ખુબ જરુરી છે. હાઈજીન કિટમાં સાબુ, સેનિટરી પડે, સેનિટાઈઝર, ટિશ્યુ પેપર તમારી સાથે રાખો.

ફોનનું ચાર્જર તેમજ પાવર બેન્ક તમારી સાથે રાખો. આ સાથે તમારી સાથે એક પોકેટ ડાયરીમાં ઈમરજન્સી નંબર લખીને રાખો.

કેટલીક જરુરી વસ્તુઓ જેમ કે માચિસ, કાતર, પેન-પેપર, ટોર્ચ કિટમાં જરુર રાખો.કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં તમારી આસપાસના લોકોને મદદ કરો.

ઘણી વખત કટોકટીની સ્થિતિમાં વીજળી કાપી નાખવામાં આવે છે અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે.આવી સ્થિતિમાં, જરૂરી માહિતી અથવા વિગતો મેળવવા માટે તમે બેટરી સંચાલિત ઉપકરણ તમારી સાથે રાખી શકો છો.
Published On - 1:05 pm, Sat, 10 May 25