
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર જાહેર થયેલા નાણાકીય પરિણામો અનુસાર, કંપનીએ FY2025 ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 4.576 મિલિયન મેટ્રિક ટન (MMT) ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કર્યું હતું, જે 0.7 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન કંપનીના કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

કંપનીનું EBITDA માર્જિન 48.1 ટકાથી વધીને 50.3 ટકા થયું છે. બીજા ક્વાર્ટરમાં આવક 33,881 કરોડ રૂપિયા હતી. કંપનીના આજ (12-11-2024)ના પ્રાઇસની વાત કરીએ તો આજે શેરમાં +1.75 (0.68%) ઉછાળો નોંધાયો હતો, આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેરના ભાવમાં 258.65 પર ટ્રેડ થઇ રહ્યા છે.