ચેકમાં એક ભૂલ અને તમે સીધા જેલ ભેગા ! કાયદા મુજબ ક્યારે દંડ અને કેદની સજા થઈ શકે છે?

શું તમને ખબર છે કે, 'ચેક બાઉન્સ' થવું એ એક ગંભીર ગુનો છે? જો તમે આ વાતથી અજાણ છો, તો ચેતી જજો અને તમારા બેન્ક એકાઉન્ટની સ્થિતિ પર ધ્યાન આપજો, નહીં તો તમારે કોર્ટમાં જવું પડી શકે છે.

| Updated on: Oct 19, 2025 | 2:39 PM
4 / 7
ભારતમાં ચેક બાઉન્સ થવાને ગુનો ગણવામાં આવે છે. Negotiable Instrument Act 1881 ની કલમ 138 મુજબ, ચેક બાઉન્સ થવો એ સજાપાત્ર ગુનો છે. આ કલમ મુજબ, જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ચેક ઇસ્યુ કરે છે જે બાઉન્સ થાય છે અને નિર્ધારિત સમય (15 દિવસ) માં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો તેને સજા થઈ શકે છે. કલમ 138 માં બે વર્ષ સુધીની કેદ અને દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવે છે.

5 / 7
ચેક બાઉન્સ થયા પછી તરત જ ડ્રોઅર પર કાર્યવાહી કરવામાં આવે છે. સમજવા જેવું છે કે, જ્યારે ચેક બાઉન્સ થાય છે, ત્યારે બેંક પહેલા લેણદારને એક રસીદ આપે છે, જેમાં ચેક બાઉન્સ થવાનું કારણ જણાવવામાં આવે છે. આ પછી લેણદાર 30 દિવસની અંદર દેવાદારને નોટિસ મોકલી શકે છે. જો દેવાદાર 15 દિવસની અંદર જવાબ ન આપે, તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

6 / 7
લેણદાર એક મહિનાની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકે છે. જો તેમને હજુ પણ પૈસા ન મળે, તો તેઓ દેવાદાર સામે કેસ દાખલ કરી શકે છે. જો તે દોષિત ઠરે તો, 2 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.

7 / 7
ચેક બાઉન્સ થવાના કાનૂની અને નાણાકીય પરિણામોથી બચવા માટે તમારે કેટલીક સરળ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલા તો, ચેક ઇસ્યુ કરતા પહેલા હંમેશા તમારા ખાતાનું બેલેન્સ તપાસો. બીજું, ચેક પર યોગ્ય રીતે સહી કરો અને તારીખ લખો. આ ઉપરાંત જો તે પોસ્ટ-ડેટેડ ચેક હોય, તો ખાતરી કરો કે તે દિવસે ખાતામાં પૂરતી રકમ છે. છેલ્લે, ચેક બાઉન્સ થવાની શક્યતા ટાળવા માટે UPI, NEFT અથવા RTGS જેવી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરો.