
આ સ્પર્ધામાં ભાગ લેનારાઓને સરકાર રોકડ ઇનામ આપી રહી છે. ટોચના 10 વિજેતાઓને 15,000 રૂપિયા, બાકીના 25 સહભાગીઓને 10,000 રૂપિયા અને આગામી 50 પસંદ કરાયેલા લોકોને 5,000 રૂપિયાનું ઇનામ મળશે.

જે યુઝર્સની રીલ સારી હશે. તેમને પૈસા આપવામાં આવશે.પ્રતિભાગીઓએ સ્વચ્છતા અને જળ જીવન મિશન સંબંધિત 90 થી 150 સેકન્ડની રીલ બનાવવાની રહેશે અને તેને વિભાગીય પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

MyGov Hindiના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું કે, તમારું ગામ કેટલું સ્વચ્છ અને સુંદર છે? તો ચાલો જાણીએ મોબાઈલ લો રીલ બનાવો અને દેશને દેખાડો! જીતો 5,000 રુપિયા સુધીના પૈસા, આ ટ્વિટમાં રીલ બનાવવા માટે અપ્લાય કરવા માટે લિંક પણ આપવામાં આવી છે. અપ્લાય કર્યાની તારીખ 31 જુલાઈ 2025 છે. દર મહિને 5 સર્વશ્રેષ્ઠ રીલ વિજેતાના રુપમાં પસંદ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રીલ વિડિઓ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં સબમિટ કરવી આવશ્યક છે. વિડિઓનું ન્યૂનતમ રિઝોલ્યુશન 720p હોવું જોઈએ. દરેક વિડિઓ 90 સેકન્ડથી 150 સેકન્ડ સુધીનો હોઈ શકે છે. વિડિઓ હિન્દી અથવા અંગ્રેજીમાં હોવો જોઈએ. જો વિડિઓ પ્રાદેશિક ભાષામાં હોય, તો તેમાં સબટાઈટલ પણ ઉમેરવું જરુરી છે. (All photo : canva)