
ભારત ટેક્સી પર TV9 ગુજરાતી ઓફિસથી જૂના વાડજનું અંતર 7 કિમી બતાવે છે અને ત્યાં પહોંચવામાં 25 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં ઓટોનું ભાડું ₹150 છે. આ ઉપરાંત AC મીની માટે ₹259 અને સેડાન કાર માટે ₹324 ભાડું છે.

રેપિડો એપ પર આ જ રૂટ માટે બાઇકનું ભાડું ₹82 બતાવે છે. જો તમે ઓટો પસંદ કરો છો, તો તેનું ભાડું ₹131 છે. કેબ માટે અહીં બે વિકલ્પ (કેબ ઈકોનોમી-₹225 અને કેબ પ્રીમિયમ-₹318) છે.

ઉબેર પર TV9 ગુજરાતીથી જૂના વાડજ જવા માટે ઓટોનું ભાડું ₹145 છે. બાઇક રાઇડ માટે ₹90 અને ઉબેર ગો (કાર) માટે ₹230 ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે.

ઓલા એપમાં જૂના વાડજ BRTS સુધી જવા માટે ઓટોનું ભાડું ₹147 બતાવે છે. બાઇક માટે અહીં ₹93 ચાર્જ લેવામાં આવે છે અને મીની કારનું ભાડું ₹206 થી શરૂ થાય છે.

ભાડાની તુલના કરતા ખબર પડે છે કે, Repidoમાં ઓટોનું ભાડું (₹131) સૌથી સસ્તું છે. બાઇક સવારી માટે Rapido (₹82) શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમારે કારમાં જવું હોય તો Repido car (₹131) એક બેસ્ટ વિકલ્પ રહેશે.