આતુરતાનો અંત ! આ દિવસે આવશે NTPC ગ્રીન એનર્જીનો IPO, જાણો કેટલી છે પ્રાઇસ બેન્ડ
સરકારી કંપની NTPCની પેટાકંપની NTPC ગ્રીન એનર્જીના IPOની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે. NTPC ગ્રીન એનર્જી આ IPO દ્વારા રૂ. 10,000 કરોડનું ફંડ એકત્ર કરશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, IPOની લોન્ચિંગ તારીખ કઈ છે અને લિસ્ટિંગ ક્યારે થશે.
1 / 7
સરકારી કંપની NTPCની પેટાકંપની NTPC ગ્રીન એનર્જીના IPOની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે. NTPC ગ્રીન એનર્જી આ IPO દ્વારા રૂ. 10,000 કરોડનું ફંડ એકત્ર કરશે.
2 / 7
NTPCએ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 102 થી રૂ. 108 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. NTPC ગ્રીન એનર્જીનો IPO 19 નવેમ્બરથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 22 નવેમ્બરે બંધ થશે. IPOના શેર 25 નવેમ્બર સુધીમાં અલોટ કરવામાં આવશે. જ્યારે IPO 27 નવેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે.
3 / 7
માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઇલિંગમાં આપેલી માહિતી અનુસાર, NTPC ગ્રીનનો રૂ. 10,000 કરોડનો IPO સંપૂર્ણપણે ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે. આના માટે કોઈ ઓફર ફોર સેલ (OFS) હશે નહીં.
4 / 7
આમાં રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 138 શેર માટે બિડ કરવી પડશે. આની ઉપર 138 શેરના ગુણાંકમાં બિડિંગ કરવાની રહેશે. આનો અર્થ એ છે કે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેઓ વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકશે.
5 / 7
IPO દ્વારા કંપની 10 હજાર કરોડનું ફંડ એકત્ર કરશે. આ ફંડ કંપની દ્વારા બે કામમાં વાપરવામાં આવશે. 2027 સુધીમાં 19,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં મોટાભાગનું ફંડ વાપરવામાં આવશે અને બાકીના ફંડથી કંપનીનું દેવું ચુકવવામાં આવશે.
6 / 7
કંપનીના કર્મચારીઓ માટે રૂ. 200 કરોડના શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. પાત્ર કર્મચારીઓને શેર ખરીદીમાં પ્રત્યેક શેર પર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સિવાય તેના શેરધારકો માટે 1000 કરોડ રૂપિયાના શેર રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.
7 / 7
NTPC ગ્રીન એનર્જીની રેવન્યુ FY2022માં રૂ. 910.42 કરોડથી વધીને FY2024માં રૂ. 1,962.6 કરોડ થયું છે. કંપનીનો ચોખ્ખો નફો FY22માં રૂ. 94.74 કરોડથી 90.75 ટકાના CAGRથી વધીને FY24માં રૂ. 344.72 કરોડ થયો છે.