
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ NSE IPO ને મંજૂરી આપી દીધી છે. હવે ટૂંક સમયમાં જ NSE નો IPO ખુલશે અને તેના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરે NSE તેના પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી શકે છે અને આ મહિનાના અંત સુધીમાં NSE ના IPO નું લિસ્ટિંગ થવાની શક્યતા પણ છે. માર્કેટના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, RHP ફાઇલિંગ મંગળવાર સુધીમાં થઈ શકે છે. પ્રાઇસ બેન્ડની જાહેરાત 11 સપ્ટેમ્બરે થવાની શક્યતા છે અને ઈશ્યૂ એક અઠવાડિયા પછી એટલે કે 11 સપ્ટેમ્બરે ખુલવાની અપેક્ષા છે. લિસ્ટિંગ માટે સંભવિત તારીખ 25 સપ્ટેમ્બર પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

જો કે, આ તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને મર્ચન્ટ બેન્કર્સ સાથે તેના પર ચર્ચા ચાલી રહી છે. આ IPO માં ₹1 ની ફેસ વેલ્યુ ધરાવતા 148.9 મિલિયન સુધીના ઈક્વિટી શેર હશે, જે NSE ની પેડ-અપ કેપિટલના લગભગ 6 ટકા છે. તેમાં કોઈ નવો ઈશ્યૂ (New Issue) નહીં હોય. આમ જોવા જઈએ તો, NSE IPO પૂરેપૂરો 'ઓફર ફોર સેલ' (OFS) છે. તેના બદલે, એકત્ર કરવામાં આવેલી તમામ રકમ શેર વેચનારા શેરહોલ્ડર્સને મળશે. NSE ને આ ઓફરિંગથી કોઈ પૈસા મળશે નહીં.

અનલિસ્ટેડ માર્કેટમાં એક્સચેન્જના માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે IPO ની સાઇઝ લગભગ ₹30,000 કરોડ નક્કી કરવામાં આવી છે, જે તેને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનાવે છે. તેની સરખામણીમાં, હ્યુન્ડાઇ ઇન્ડિયાએ વર્ષ 2024 માં IPO દ્વારા લગભગ ₹28,000 કરોડ એકત્ર કર્યા હતા.

રેગ્યુલેટરી મંજૂરી મળવાથી NSE માટેનો એક મોટો અવરોધ દૂર થઈ ગયો છે. NSE એ રેગ્યુલેટરી સમસ્યાઓના કારણે પોતાની અગાઉની લિસ્ટિંગ યોજનાઓ અટકી ગયાના લગભગ એક દાયકા પછી 17 જૂન 2026 ના રોજ SEBI સમક્ષ પોતાનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કરાવ્યો હતો.

હવે ઓબ્ઝર્વેશન લેટર બહાર પડ્યા પછી અપેક્ષા છે કે, NSE તેના IPO પ્રક્રિયાના અંતિમ તબક્કા તરફ આગળ વધશે. બાકીના રેગ્યુલેટરી અને પ્રોસેસ સંબંધિત પગલાં પૂર્ણ થયા પછી એક્સચેન્જ દ્વારા આ મહિનાના અંતમાં પબ્લિક ઈશ્યૂ લાવવાની અને BSE પર પોતાના શેર લિસ્ટ કરવાની શક્યતા છે.