NSEની ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 25% વધીને ₹14,780 કરોડ થઈ છે. કોર SGFમાં વધારાના યોગદાન વિના તેનો ઓપરેટિંગ Ebitda વાર્ષિક ધોરણે 79% વધીને ₹11,611 કરોડ થયો છે અને કોર SGFમાં વધારાના યોગદાન સાથે તે વાર્ષિક ધોરણે 67% વધીને ₹9,870 કરોડ થયો છે. NSE એ જણાવ્યું હતું કે તેણે FY24 માં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી, GST અને SEBI ફી દ્વારા તિજોરીમાં રૂ. 43,514 કરોડનું યોગદાન આપ્યું છે.