નિવૃત્તિ પછી સારવારનો બધો ખર્ચ સરકાર ઉપાડશે, NPS ધારકો માટે આવી ગઈ નવી સ્વાસ્થ્ય સ્કીમ, જાણી લો કોને મળશે લાભ

નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે એનપીએસ ખાતાધારકોને નિવૃત્તિ પછી દર મહિને પેન્શન તો મળશે જ પણ સાથે સાથે મોટો મેડિકલ ખર્ચ ઉઠાવવા માટે ખાસ હેલ્થ ઇન્સ્યોરન્સની સુરક્ષા પણ આપવામાં આવશે.

| Updated on: Jul 02, 2026 | 8:45 PM
1 / 5
કેન્દ્ર સરકાર અને પીએફઆરડીએ (PFRDA) દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ (NPS) ના ગ્રાહકો માટે એક શાનદાર યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે એનપીએસ સ્વાસ્થ્ય સ્કીમ. આ યોજના હેઠળ હવે એનપીએસ ગ્રાહકોને નિવૃત્તિ પછી માત્ર નિયમિત પેન્શન જ નહીં મળે પરંતુ ઘડપણમાં થતા મોંઘા તબીબી ખર્ચાઓને પહોંચી વળવા માટે મજબૂત હેલ્થ ઇન્સ્યોરન્સનું કવચ પણ મળશે. આ નવી સુવિધાને કારણે હવે લોકો નિવૃત્તિના આયોજનની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય ખર્ચની ચિંતામાંથી પણ મુક્ત થઈ શકશે.

2 / 5
એનપીએસ સ્વાસ્થ્ય સ્કીમ હેઠળ ગ્રાહકોને મેડિકલ ખર્ચ માટે એક અલગ પેન્શન એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવશે. આ એકાઉન્ટની સાથે જ ગ્રાહકોને એક ખાસ ટોપ-અપ હેલ્થ ઇન્સ્યોરન્સ કવર મળશે. જો નિવૃત્તિ પછી અચાનક કોઈ મોટી બીમારી આવે અને મોટો હોસ્પિટલનો ખર્ચ થાય તો આ વીમા કવચ ગ્રાહકોને બચાવી લેશે અને તેમની જિંદગીભરની કમાણી વેડફાતી અટકશે.

3 / 5
કઈ કંપનીને મળી જવાબદારી: પીએફઆરડીએના નિયમો અનુસાર વિવિધ પેન્શન ફંડ્સ દેશની જાણીતી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે મળીને આ વીમા કવચ પૂરું પાડશે. આ યોજના માટે આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને પ્રથમ સત્તાવાર સર્વિસ પ્રોવાઇડર તરીકે પસંદ કરવામાં આવી છે. આગામી સમયમાં દેશની અન્ય મોટી વીમા કંપનીઓ પણ આ યોજના સાથે જોડાશે જેનાથી ગ્રાહકોને વધુ સારા વિકલ્પો મળી રહેશે.

4 / 5
આ સરકારી સ્કીમ માટે કોણ પાત્ર છે: આ યોજનાનો લાભ લેવા માટે કોઈ જટિલ નિયમો નથી. નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા તમામ ગ્રાહકો આ એનપીએસ સ્વાસ્થ્ય સ્કીમનો લાભ મેળવવા માટે પાત્ર છે. પીએફઆરડીએ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સ્કીમમાં લાગતી તમામ ફી અને ચાર્જની માહિતી ગ્રાહકોને એકદમ પારદર્શક રીતે અગાઉથી જ આપી દેવામાં આવશે અને આ તમામ નિયમો એમએસએફના ધારાધોરણો મુજબ જ લાગુ થશે.

5 / 5
નિવૃત્તિ પછી પેન્શનની સાથે સાથે ફ્રી જેવી મેડિકલ સુરક્ષા આપતી આ યોજના કરોડો નોકરીયાત વર્ગ માટે ભવિષ્યની લાકડી સાબિત થશે.

Follow Us