
અરવલ્લીના ભૂપેન્દ્ર ઝાલા જે BZ ના નામે ઓળખાય છે અને આ નામે તેણે અનેક લોકોને સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતર્યા. ભૂપેન્દ્ર ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે. જ્યારે પકડાશે ત્યારે કેટલા કરોડની છેતરપિંડી આચરી છે તેનો ચોક્કસ આંકડો સામે આવશે અત્યારે તો આ કૌંભાડ કરોડો રૂપિયાનુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં આ પ્રકારે છેતરનારાઓથી સાવધાન રહેવા માટે ગુજરાત પોલીસ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અવારનવાર જાગૃતિના કાર્યક્રમો યોજતા રહે છે. લોકોને જાહેર માધ્યમો દ્વારા અવગત પણ કરાવતા રહે છે. પરંતુ થોડાક સમયમાં વધુ કમાવવાની લાલચે, અનેક લોકો તેમની મહામૂડીથી હાથ ધોઈ નાખે છે. લેભાગુ તત્વો લોકોના ભોળપણનો ગેરલાભ લઈને લોકોના રૂપિયા ખંખેરીને છૂમંતર થઈ જતા હોય છે. આવા તત્વોથી સૌ કોઈએ સાવધાન રહેવું જોઈએ જ્યાં પણ શંકસ્પદ લાગે ત્યાં પોલીસ કે અન્ય તપાસ એજન્સીનું ધ્યાન દોરવું જરૂરી છે.