
વાસ્તુ અનુસાર, તમારે સાંજે ફ્લોર સાફ ન કરવો જોઈએ અને જો તમારે ફ્લોર સાફ કરવો જ પડે તો ભૂલથી પણ કચરો બહાર ફેંકવો નહીં. આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે. માન્યતા છે કે સાંજના સમયે ફ્લોર સાફ કરવાથી દેવી લક્ષ્માજીની કૃપા પણ ઘટી શકે છે.

ઘરમાં સાંજે ભૂલથી પણ અંધારું રાખવું નહીં. સૂર્યાસ્ત પછી ઓછામાં ઓછા 1થી 2 કલાક સુધી ઘરનો દરેક ખૂણો પ્રકાશિત રહેવો જોઈએ. જો સાંજના સમયે ઘરમા અંધારું રહે તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ સાંજના સમયે ઘરમાં ઝઘડો કે ઊંચા અવાજે બોલવાથી ઘરની સકારાત્મકતા ઓછી થઈ શકે છે. માન્યતા મુજબ તેનાથી દેવી-દેવતાઓની કૃપા ઘટી શકે છે અને ઘરમાં અશાંતિ આવી શકે છે.

સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પાસે ગંદકી, કચરો અથવા ચપ્પલનો ઢગલો રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ અવરોધાય છે. ઘરનું પ્રવેશદ્વાર વ્યવસ્થિત રાખવું શુભ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર સાંજના સમયે મીઠું, દૂધ અથવા દહીં જેવી વસ્તુઓ આપવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે તેનાથી ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.