ના અંબાણી ના અદાણી… આ બિઝનેસમેન બન્યો દુનિયાનો પહેલો ‘Trillionaire’, ઇતિહાસના સૌથી મોટા IPOથી આ વ્યક્તિની સંપત્તિ આસમાને પહોંચી

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનની નેટવર્થમાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ રચાયો છે. વાત એમ છે કે, આ બિઝનેસમેન તેની કંપનીના IPO લોન્ચિંગ સાથે જ વિશ્વનો પ્રથમ 'ટ્રિલિયોનર' (1000 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા વ્યક્તિ) બની ગયો છે.

| Updated on: Jun 16, 2026 | 12:59 PM
1 / 5
દુનિયાના સૌથી ચર્ચિત ઉદ્યોગપતિઓમાંના એક ઈલોન મસ્કે (Elon Musk) નવો ઈતિહાસ રચી દીધો છે. તેમની કંપની સ્પેસએક્સ (SpaceX) નું શાનદાર લિસ્ટિંગ થયું છે. સ્ટોક માર્કેટમાં સ્પેસએક્સના પહેલા જ દિવસે આ સ્ટાર્ટઅપ દુનિયાની સૌથી વધુ વેલ્યુ વાળી પબ્લિક કંપનીઓમાંથી એક બની ગયું. પહેલા જ દિવસે સ્પેસએક્સના શેરોમાં (SpaceX Share) 19 ટકાનો ઉછાળો આવ્યો. ટૂંકમાં, SpaceX IPO ખરીદનારાઓને પહેલા જ દિવસે 19% નફો (રિટર્ન) મળ્યો. SpaceX ના શાનદાર લિસ્ટિંગ બાદ ઈલોન મસ્કની સંપત્તિમાં મોટો વધારો થયો છે. સરળ રીતે કહીએ તો, તેઓ દુનિયાના પહેલા ટ્રિલિયોનર બની ગયા છે. તેઓ દુનિયાના પહેલા એવા વ્યક્તિ છે, જે ટ્રિલિયોનર (Trillionaire) બન્યા હોય. આ પહેલા કોઈ પણ વ્યક્તિ આ મુકામ સુધી પહોંચી શક્યું નથી.

2 / 5
શુક્રવારે SpaceX એ શેરબજારમાં ધમાકેદાર શરૂઆત કરી. કંપનીનો શેર 150 ડૉલરની આસપાસ ખૂલ્યો અને ટ્રેડિંગ દરમિયાન આશરે 19% સુધી ઉછળ્યો. દિવસના અંતે શેર 160.95 ડૉલર (SpaceX Share Price) પર બંધ થયો. આ તેજીની સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) 2.1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું.

3 / 5
ફોર્બ્સે રિયલ-ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર તેમની કુલ સંપત્તિ 1.1 ટ્રિલિયન ડૉલર (Elon Musk Net Worth) ના સ્તરે પહોંચી ગઈ છે. માત્ર એક જ દિવસમાં તેમની નેટવર્થમાં 61 અબજ ડૉલરથી વધુનો વધારો થયો. ભારતીય રૂપિયામાં તેમની સંપત્તિ અંદાજે 100 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે.

4 / 5
એલોન મસ્ક પાસે SpaceX ના 476 કરોડ શેર છે અને એક શેરની કિંમત 135 ડોલર છે. આ હિસાબે માત્ર સ્પેસએક્સમાં જ એલોન મસ્કની હિસ્સેદારીની વેલ્યુ 866 અબજ ડોલર એટલે કે 82 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય, ટેસ્લા (Tesla) માં મસ્કની હિસ્સેદારીની વેલ્યુ આશરે 260 અબજ ડોલર અને બાકીની કંપનીઓમાં આશરે 5-10 અબજ ડોલર છે.

5 / 5
દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં હવે એલોન મસ્ક ઘણા ઉપર પહોંચી ગયા છે અને દુનિયાની કોઈપણ વ્યક્તિ માટે તેમની નજીક પહોંચવું પણ હવે લગભગ અશક્ય જેવું થઈ ગયું છે. દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં એલોન મસ્ક 1000 અબજ ડોલરથી વધુની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને યથાવત રહેશે. આ યાદીમાં બીજા સ્થાને ગૂગલના લેરી પેજ છે, જેમની હાલની નેટવર્થ 292.7 અબજ ડોલર છે.

Published On - 7:57 pm, Fri, 12 June 26

Follow Us