Digital Payments New Future: બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ થશે ઓનલાઈન પેમેન્ટ, જાણો શું છે આ નવી Credit Line સુવિધા

ભારતમાં ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે 'Credit Line on UPI' સુવિધા શરૂ કરાઈ છે. આ ફીચર હેઠળ બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં યૂઝર્સ પ્રી-એપ્રુવ્ડ લોન લિમિટ દ્વારા કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકશે અને વપરાયેલા નાણાંને સરળ ઈએમઆઈ (EMI) માં ચૂકવી શકશે.

| Updated on: Jun 30, 2026 | 9:38 PM
1 / 5
આજના સમયમાં ભારતના દરેક નાના-મોટા બજાર કે દુકાન પર ક્યુઆર (QR) કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું આપણી રોજીંદી આદત બની ગયું છે. પરંતુ જરા વિચારો, જો કોઈ દિવસ તમારે કોઈ જરૂરી સામાન ખરીદવો હોય અને તમારા બેંક ખાતામાં એક રૂપિયો પણ ન હોય, છતાં પણ તમારું યુપીઆઈ પેમેન્ટ ચપટીમાં થઈ જાય તો? જી હા, ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં હવે આ બિલકુલ સાચું સાબિત થઈ ચૂક્યું છે.

2 / 5
જો તમને નોટિસ મળે તો શું થાય છે? : જો તમે મોટી રકમ માટે માન્ય સ્ત્રોત પ્રદાન કરવામાં અસમર્થ છો, તો તેને અઘોષિત આવક તરીકે ગણવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં, તમારે વધારાનો કર અને દંડ ચૂકવવો પડી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, કુલ ચૂકવણી - જેમાં કર અને દંડનો સમાવેશ થાય છે - લગભગ 78 ટકા સુધી પહોંચી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, વિભાગ ભૂતકાળના કર રેકોર્ડ પણ ફરીથી ખોલી શકે છે. આ સૂચના મેળવવાનું કેવી રીતે ટાળવું તે જાણો.

3 / 5
શું છે ક્રેડિટ લાઇન ઓન યુપીઆઈ (CLOU) અને તે કેવી રીતે કામ કરે છે? જો સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો, ક્રેડિટ લાઇન (CLOU) તમારા બેંક એકાઉન્ટમાં 'પહેલાથી મંજૂર કરાયેલી લોનની મર્યાદા' (Pre-approved Loan Limit) જેવી છે. આનો અર્થ એ છે કે બેંક તમારી આવક અને સિબિલ સ્કોર જોઈને પહેલાથી જ તમારા માટે એક લોનની લિમિટ નક્કી કરી દે છે. માની લો કે તમારા બેંક ખાતામાં તે સમયે કોઈ પૈસા નથી, પરંતુ બેંકે તમને ₹50,000 ની ક્રેડિટ લાઇન આપી રાખી છે. હવે જો તમે કોઈ દુકાને જઈને ₹5,000 નો સામાન ખરીદો છો અને ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરો છો, તો તે પૈસા તમારા ખાતામાંથી નહીં પરંતુ બેંક દ્વારા આપવામાં આવેલી ₹50,000 ની ક્રેડિટ લિમિટમાંથી કપાઈ જશે. આ માટે તમારે ન તો કોઈ મિત્ર પાસે પૈસા ઉધાર માંગવાની જરૂર પડશે અને ન તો રોકડા શોધવાની.

4 / 5
ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ લાઇન (CLOU) માં શું તફાવત છે? ભલે ક્રેડિટ લાઇનનું કામ બિલકુલ ક્રેડિટ કાર્ડ જેવું જ લાગે છે, પરંતુ આ બંનેમાં એક બહુ મોટો તફાવત છે. ક્રેડિટ કાર્ડ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરવા માટે તમારી પાસે અસલી 'RuPay ક્રેડિટ કાર્ડ' હોવું જરૂરી છે, જેને તમે ગુગલ પે કે ફોનપે જેવી એપ્સ સાથે લિંક કરો છો. ક્રેડિટ કાર્ડના નિયમો, બિલિંગ સાયકલ અને હિડન ચાર્જ બિલકુલ અલગ હોય છે. બીજી તરફ, ક્રેડિટ લાઇન માટે તમારે કોઈ કંપનીનું કાર્ડ બનાવવાની કે તેને ખિસ્સામાં લઈને ફરવાની કોઈ જરૂર નથી. આ સીધું તમારા હાલના બેંક ખાતા સાથે જોડાયેલું એક ડિજિટલ લોન ફીચર છે, જે ખૂબ જ ઝડપી અને કોઈ પણ ઝંઝટ વિના કામ કરે છે. આ લોનનો ઉપયોગ કર્યા પછી તમે બેંક દ્વારા નક્કી કરેલા સમય મર્યાદામાં પૈસા ચૂકવી શકો છો અને જો એકસાથે પૂરું બિલ ભરવાના પૈસા ન હોય, તો તમે તેને સરળ ઈએમઆઈમાં પણ બદલી શકો છો.

5 / 5
કોને થશે આનો સૌથી મોટો ફાયદો અને ક્યાં નહીં કરી શકો ઉપયોગ? આ સુવિધા દેશના કરોડો નાના દુકાનદારો, ફેરિયાઓ, ફ્રીલાન્સર્સ અને ડિલિવરી બોય કે કેબ ડ્રાઇવર્સ જેવા ગિગ વર્કર્સની જિંદગી બદલી શકે છે. આ લોકોને દરરોજ સામાન ખરીદવા કે સપ્લાયરને પેમેન્ટ કરવા માટે પૈસાની જરૂર હોય છે. હવે તેમને લોન માટે બેંકોના ચક્કર કાપવાની કે લાંબા કાગળિયા ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. જોકે, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તમે આ ક્રેડિટ લાઇનના પૈસા ક્રેડિટ કાર્ડની જેમ દરેક જગ્યાએ આડેધડ ખર્ચ નહીં કરી શકો. બેંક કે લોન આપનારી કંપનીઓ એ નક્કી કરી શકે છે કે તમે તે પૈસાનો ઉપયોગ ક્યાં કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો બેંકે તમને મેડિકલ ઈમરજન્સી કે દુકાનનો સામાન ખરીદવા માટે લિમિટ આપી છે, તો તમે તે પૈસાથી કોઈ મોંઘી હોટેલનું બિલ નહીં ચૂકવી શકો. આનાથી પૈસાના ખોટા ઉપયોગ અને છેતરપિંડી પર રોક લાગશે.

Follow Us
Loading...
Unable to load recommendations.