ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ: PhonePe એ લોન્ચ કરી UPI 123Pay સર્વિસ, સાદા ફીચર ફોનથી પણ ટ્રાન્સફર થશે રૂપિયા

સ્માર્ટફોન કે ઇન્ટરનેટ વગર હવે UPI પેમેન્ટ કરવું સરળ બનશે. PhonePe એ સાદા ફીચર ફોન યુઝર્સ માટે 'UPI 123Pay' સર્વિસ લોન્ચ કરી છે, જેના દ્વારા ઇન્ટરનેટ વગર નાણાં મોકલવા, મેળવવા અને બેંક બેલેન્સ ચેક કરવા જેવી સુવિધાઓ મળશે.

| Updated on: Aug 31, 2026 | 10:10 PM
1 / 6
આજના સમયમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે, જેના લીધે પેમેન્ટ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે કરોડો લોકો UPI દ્વારા નાણાકીય વ્યવહારો કરી રહ્યા છે, જેનાથી કેશલેસ ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ સરળ બની ગયું છે.

2 / 6
પરંતુ આજે પણ દેશમાં કરોડો લોકો સાદા ફીચર ફોન (કીપેડ ફોન) નો ઉપયોગ કરે છે. આવા ફોનમાં ઇન્ટરનેટ કે આધુનિક એપ્સ વાપરવી શક્ય હોતી નથી. આવા યુઝર્સને UPI પેમેન્ટની સુવિધા આપવા માટે PhonePe એ UPI 123Pay સર્વિસ શરૂ કરી છે. આ સુવિધાથી ફીચર ફોન યુઝર્સ પણ ઇન્ટરનેટ વગર પૈસા મોકલી અને મેળવી શકશે.

3 / 6
શું છે UPI 123Pay સર્વિસ? PhonePe ની આ સર્વિસની મદદથી ફીચર ફોન એટલે કે જેમાં ઇન્ટરનેટ કે મોર્ડન એપ્સ સપોર્ટ કરતી નથી, તેવા ફોન ધારકો પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશે. આ ફીચરની મદદથી યુઝર કોઈપણ ઇન્ટરનેટ કનેક્શન વિના સીધા નાણાં ટ્રાન્સફર કરી શકે છે અને પેમેન્ટ સ્વીકારી પણ શકે છે. તેનાથી ગ્રામીણ અને સામાન્ય કીપેડ ફોન વાપરતા લોકો માટે કેશલેસ વ્યવહારો કરવા અત્યંત સરળ બની જશે.

4 / 6
આ સર્વિસ કેવી રીતે કામ કરે છે? PhonePe ની UPI 123Pay સર્વિસ સંપૂર્ણપણે ઓફલાઇન (ઇન્ટરનેટ વગર) કામ કરે છે: પૈસા મોકલવા માટે યુઝર સામેવાળી વ્યક્તિના મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત સીધા UPI ID ના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકાય છે. યુઝર પોતાના બેંક ખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે અને અગાઉના વ્યવહારોની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ જોઈ શકે છે. PhonePe ભવિષ્યમાં આ પ્લેટફોર્મ પર બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ અને આધાર-આધારિત (Aadhaar-based) UPI રજીસ્ટ્રેશન જેવી સુવિધાઓ જોડવા પર પણ કામ કરી રહ્યું છે.

5 / 6
કયા ફોનમાં આ ફીચર પહેલેથી ઇનબિલ્ટ મળશે? PhonePe ની આ નવી સર્વિસને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે Nokia, HMD, Lava અને itel જેવી જાણીતી ફીચર ફોન બ્રાન્ડ્સ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં અન્ય કંપનીઓના કીપેડ ફોનમાં પણ આ સુવિધા પ્રી-ઇન્સ્ટોલ જોવા મળશે.

6 / 6
ફીચર ફોનમાં કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન? ફીચર ફોનમાં UPI સુવિધા શરૂ કરવા માટે સૌપ્રથમ PhonePe ની 123Pay સર્વિસ ઓપન કરો. ત્યારબાદ આપેલ લિસ્ટમાંથી તમારી સંબંધિત બેંક પસંદ કરો. હવે તમારા ડેબિટ કાર્ડના છેલ્લા 6 આંકડા અને એક્સપાયરી ડેટ દાખલ કરો. સુરક્ષા માટે તમારો નવો UPI PIN સેટ કરો. એકવાર આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમે કોઈપણ ઇન્ટરનેટ વગર ગમે ત્યારે ફીચર ફોનથી સરળતાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકશો.

Follow Us
Loading...
Unable to load recommendations.