નિફ્ટીના ‘બુલ અને બેયર’ બંને ટાર્ગેટમાં ‘મોટો કાપ’, ‘ડાઉનગ્રેડ’ પાછળના આ છે 4 અસલી કારણ

ભારતીય શેરબજારમાં અત્યારે બધું ઠીક તો છે ને? વાત એમ છે કે, એક તરફ ઘરેલું રોકાણકારોનો અતૂટ વિશ્વાસ છે, તો બીજી તરફ વિદેશી બ્રોકરેજ હાઉસના એક પછી એક આવતા રિપોર્ટ્સ કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે.

| Updated on: Apr 24, 2026 | 6:20 PM
1 / 7
ભારતીય શેરબજાર પર વિદેશી બ્રોકરેજ હાઉસનો ભરોસો હાલ નબળો પડતો દેખાઈ રહ્યો છે. પહેલા HSBC એ ભારતનું રેટિંગ ઘટાડ્યું અને હવે JPMorgan એ પણ ભારતીય ઇક્વિટીને 'ઓવરવેટ' (Overweight) થી ઘટાડીને 'ન્યુટ્રલ' (Neutral) કરી દીધું છે. JPMorgan એ નિફ્ટી 50 ના તમામ ટાર્ગેટ ઘટાડી દીધા છે, જેનાથી રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. ઊંચુ વેલ્યુએશન, કમાણી પર દબાણ, વિદેશી વેચવાલી અને મોંઘા તેલ જેવા પરિબળો હવે બજાર માટે મોટો પડકાર બની રહ્યા હોય તેમ લાગે છે.

2 / 7
JPMorgan ના રિપોર્ટમાં સૌથી મોટી અસર 'નિફ્ટી 50' ના ટાર્ગેટ પર જોવા મળી છે. બ્રોકરેજે દરેક પરિસ્થિતિમાં પોતાના અનુમાન ઘટાડ્યા છે. બુલ કેસ (સૌથી મજબૂત તેજીની સ્થિતિ) માં નિફ્ટીનો લક્ષ્યાંક 33,000 થી ઘટાડીને 30,000 કરી દેવામાં આવ્યો છે. બેઝ કેસ (સામાન્ય સ્થિતિ) નો લક્ષ્યાંક 30,000 થી ઘટાડીને 27,000 કરવામાં આવ્યો છે. વધુમાં બેયર કેસ (નબળી સ્થિતિ) માં લક્ષ્યાંક 24,000 થી ઘટાડીને 20,500 કરી દેવાયો છે. આનો સીધો અર્થ એ છે કે, JPMorgan ને ભારતીય બજારની આગામી ચાલ પહેલા જેટલી મજબૂત દેખાઈ રહી નથી.

3 / 7
આ ઘટાડો માત્ર આંકડાનો નથી પરંતુ વિચારમાં પરિવર્તનનો સંકેત છે. વાત એમ છે કે, જ્યારે કોઈ મોટું વિદેશી બ્રોકરેજ બુલ, બેઝ અને બેયર ત્રણેય ટાર્ગેટ ઘટાડી દે છે, ત્યારે તેને બજાર માટે સાવચેતીનો સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ભારતીય બજારમાં સ્થાનિક રોકાણકારોનો ભરોસો જળવાયેલો છે અને SIP દ્વારા સતત નાણાં આવી રહ્યા છે. JPMorgan એ ડાઉનગ્રેડ પાછળ ઘણા મોટા કારણો દર્શાવ્યા છે. આનું પ્રથમ કારણ ઊંચુ વેલ્યુએશન છે. ભારતીય બજાર લાંબા સમયથી ઉભરતા બજારો (Emerging Markets) ની સરખામણીમાં પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે. ટૂંકમાં રોકાણકારો ભારતીય શેર્સ માટે વધુ કિંમત ચૂકવવા તૈયાર રહ્યા છે પરંતુ જ્યારે ગ્રોથ ધીમો દેખાવા લાગે અને કમાણી પર સવાલો ઊભા થાય, ત્યારે આ જ પ્રીમિયમ બજાર પર દબાણ બની જાય છે.

4 / 7
બીજું મોટું કારણ કંપનીઓની કમાણી પર જોખમ છે. જો કંપનીઓનો નફો અંદાજ મુજબ ન વધે, તો ઊંચા ભાવે ટ્રેડ કરી રહેલા શેર્સમાં ઘટાડો ઝડપી બની શકે છે. JPMorgan નો સંકેત એવો છે કે, આગામી સમયમાં આવક વૃદ્ધિ અપેક્ષા કરતા નબળી રહી શકે છે. ત્રીજું કારણ ડાયલ્યુશન અને સપ્લાય દબાણ છે. આનો અર્થ એ છે કે, બજારમાં નવા શેર્સનો પુરવઠો વધી શકે છે. IPO, QIP અથવા નવી ફંડ એકત્ર કરવાની પ્રવૃત્તિઓ વધે છે, ત્યારે બજારના નાણાં ઘણા ભાગોમાં વહેંચાઈ જાય છે. જો કે, આનાથી જૂના શેર્સ પર દબાણ આવે છે.

5 / 7
ચોથું કારણ ભારતનું મર્યાદિત 'નેક્સ્ટ જનરેશન ટેક એક્સપોઝર' છે. વિશ્વભરના રોકાણકારો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એડવાન્સ ચિપ્સ, ક્લાઉડ ટેકનોલોજી અને હાઈ ગ્રોથ ડિજિટલ સેક્ટર તરફ આકર્ષાયા છે. JPMorgan નું માનવું છે કે, ભારતમાં આ પ્રકારની કંપનીઓનું વજન હજુ મર્યાદિત છે. આથી વિદેશી રોકાણકારો ટેક ગ્રોથ માટે બીજા બજારો તરફ જઈ શકે છે. આ જ કારણ છે કે, JPMorgan એ ભારતમાંથી નાણાં ઘટાડીને ટેક સેક્ટર અને તાઇવાનને 'ઓવરવેટ' કરી દીધું છે. બ્રોકરેજે TAIEX ઇન્ડેક્સના ટાર્ગેટ પણ વધાર્યા છે.

6 / 7
હવે એશિયામાં રોકાણનો ઝુકાવ ભારતથી હટીને તાઇવાન જેવા બજારો તરફ જતો જોવા મળી શકે છે. આ રિપોર્ટની અસર માત્ર સેન્ટિમેન્ટ સુધી મર્યાદિત નહીં રહે. વિદેશી ફંડ હાઉસીસ અવારનવાર આવા રિપોર્ટ્સને રોકાણ વ્યૂહરચનાનો ભાગ માનતા હોય છે. જો મોટા ફંડ્સ ભારતમાં તેમનું વેઈટેજ ઘટાડે છે, તો બજારમાં વેચવાલીનું દબાણ વધી શકે છે. ખાસ કરીને બેંકિંગ, કેપિટલ ગુડ્સ, કન્ઝમ્પશન અને મોંઘા વેલ્યુએશનવાળા સેક્ટર્સ દબાણમાં આવી શકે છે. જો કે, સમગ્ર ચિત્ર નકારાત્મક પણ નથી. ભારતનું સ્થાનિક અર્થતંત્ર મજબૂત છે, SIP ફ્લો સતત ચાલુ છે, રિટેલ રોકાણકારો સક્રિય છે અને લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી અકબંધ છે. આથી ઘટાડો આવવા પર પસંદગીની મજબૂત કંપનીઓમાં તકો પણ બની શકે છે.

7 / 7
જો HSBC ની વાત કરીએ તો, તેણે એક દિવસ પહેલા જ ભારતનું રેટિંગ ન્યુટ્રલથી ઘટાડીને 'અંડરવેઈટ' (Underweight) કરી દીધું હતું. બ્રોકરેજે જણાવ્યું હતું કે, મિડલ ઇસ્ટ તણાવ પછી ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો ભારત માટે ચિંતાનો વિષય છે. બ્રેન્ટ ક્રૂડ ફેબ્રુઆરીના અંતથી 42 ટકા વધી ચૂક્યું છે અને 100 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયું છે. HSBC મુજબ, ભારત વિશ્વનો મોટો તેલ આયાતકાર દેશ છે. આથી મોંઘું તેલ સીધું જ આયાત બિલ, રૂપિયો, મોંઘવારી અને કંપનીઓના ખર્ચ પર અસર કરે છે. બ્રોકરેજે માહિતી આપી કે, વર્ષ 2026 માં અત્યાર સુધી નિફ્ટી 50 લગભગ 6.7 ટકા અને સેન્સેક્સ લગભગ 7.9 ટકા ઘટી ચૂક્યા છે. વિદેશી રોકાણકારોએ 18.5 અબજ ડોલરની વેચવાલી પણ કરી છે. વધુમાં HSBC એ ખાનગી બેંક, બેઝ મેટલ્સ અને હેલ્થકેર સેક્ટરમાં હજુ પણ પસંદગીની તકો હોવાનું જણાવ્યું છે. હવે રોકાણકારો માટે સંકેત સ્પષ્ટ છે કે, વિદેશી બ્રોકરેજ સતર્ક છે પરંતુ સ્થાનિક રોકાણકારો મજબૂત છે. આવા સંજોગોમાં ઉતાવળ કરવાને બદલે ક્વોલિટી શેર્સ અને લાંબાગાળાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સમજદારીભર્યું રહેશે.

Follow Us