ટેક્સ સ્લેબનો દર ઓછો : નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ સ્લેબનો દર ઓછો છે. તમને મોટાભાગના ડિસ્કાઉન્ટનો લાભ મળતો નથી. આમાં, 80C હેઠળ PPF, NSC, ULIP વગેરેમાં કરેલા રોકાણ પર કોઈ છૂટ નથી. ઉદાહરણ તરીકે, જૂની કર વ્યવસ્થામાં, જ્યારે આવક ₹10 લાખને વટાવી જાય ત્યારે 30 ટકા ટેક્સ બ્રેકેટ લાગુ પડતું હતું. તે જ સમયે, નવી ટેક્સ સિસ્ટમમાં તે 15 લાખ રૂપિયા પર લાગુ થાય છે.