વેપારીઓ માટે જરૂરી સમાચાર : UPI નિયમોમાં જાણો ₹3,000, ₹10,000 અને ₹50,000 પર કેટલા રૂપિયા કપાશે

સરકારે UPI પેમેન્ટ્સ પર નવા MDR ચાર્જનું ગણિત સ્પષ્ટ કરી દીધું છે! 15 ઓક્ટોબરથી લાગુ થનારા આ નિયમથી સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જો તમારું માસિક કલેક્શન ₹1 લાખથી વધુ છે, તો કેટલો ચાર્જ કપાશે તેની સંપૂર્ણ ગણતરી સરળ શબ્દોમાં અહીં સમજો.

| Updated on: Sep 16, 2026 | 4:45 PM
1 / 8
કેન્દ્ર સરકારે યુપીઆઈ (UPI) પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. સરકારી સર્ક્યુલર મુજબ આ નવો નિયમ આગામી 15 ઓક્ટોબરથી દેશભરમાં અસરકારક રીતે લાગુ થઈ જશે.

2 / 8
આ નવા નિર્ણયથી સામાન્ય જનતા કે ગ્રાહકો પર કોઈ જ વધારાનો બોજ નહીં પડે. આ સિવાય નાના વેપારીઓને પણ આમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે, જેથી તેમના દૈનિક રોકડ વ્યવહાર પર કોઈ નકારાત્મક અસર ન પડે.

3 / 8
આ ચાર્જ માત્ર તે મોટા કારોબારીઓ કે વેપારીઓ માટે છે જેમનું UPI QR કોડ દ્વારા મહિને ₹1 લાખથી વધુનું ડિજિટલ પેમેન્ટ કલેક્શન થાય છે. તે સિવાયના તમામ વેપારીઓ માટે આ સેવા નિઃશુલ્ક રહેશે.

4 / 8
જો કોઈ ગ્રાહક ₹2,000 સુધીનું ટ્રાન્ઝેક્શન કરે છે, તો વેપારી પાસેથી કોઈપણ પ્રકારનો MDR ચાર્જ લેવામાં નહીં આવે. ₹2,000 થી વધુના પેમેન્ટ કલેક્શન પર 0.4% લેખે MDR લાગશે.

5 / 8
નિયમ મુજબ જો ₹1 લાખથી વધુનું માસિક કલેક્શન ધરાવતો વેપારી ₹2,001 નું પેમેન્ટ મેળવે છે તો તેને ₹8 ચાર્જ આપવો પડશે. તેવી જ રીતે ₹3,000 ના કલેક્શન પર ₹12 નો MDR ચાર્જ લાગશે.

6 / 8
જો નિયમના દાયરામાં આવતા મોટા વેપારીને ₹10,000 નું ટ્રાન્ઝેક્શન પ્રાપ્ત થાય છે, તો 0.4% લેખે તેમના ખાતામાંથી ₹40 નો MDR ચાર્જ કાપવામાં આવશે.

7 / 8
જે વેપારીઓ મોટી રકમનું UPI કલેક્શન મેળવે છે અને તેમને એક સાથે ₹50,000 નું પેમેન્ટ થાય છે, તો તેમની પાસેથી ચાર્જ પેટે ₹200 ની કપાત કરવામાં આવશે.

8 / 8
સરકારે વેપારીઓ માટે એક રાહતની મર્યાદા પણ નક્કી કરી છે. ₹75,000 કે તેથી વધુ ગમે તેટલી મોટી રકમનું પેમેન્ટ કલેક્શન થાય, તો પણ મહત્તમ (Maximum) ₹300 નો જ MDR ચાર્જ લાગશે. સરકારે તેનાથી વધુ ચાર્જ ન વસૂલવાનો નિર્ણય લીધો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.