જો મ્યુચ્યુઅલ ફંડ ‘AMC’ બંધ થઈ જાય કે ‘ડૂબી’ જાય તો તમારા રોકાણનું શું થશે? જાણો પૂરી રકમ પાછી મેળવવાનો નિયમ

ઘણા રોકાણકારોના મનમાં એક ડર હોય છે કે, જો જે મ્યુચ્યુઅલ ફંડ કંપની (AMC) માં તેમણે પૈસા રોક્યા છે તે બંધ થઈ જાય તો શું તેમના પૈસા ડૂબી જશે? જો તમે પણ આવું વિચારીને ચિંતિત છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ રાહત આપનારી છે.

| Updated on: Jul 20, 2026 | 6:34 PM
1 / 6
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો અવારનવાર એ વિચારીને પરેશાન થઈ જાય છે કે, જો જે કંપની (AMC) માં તેમણે પૈસા રોક્યા છે તે બંધ થઈ જાય, તો તેમના રોકાણનું શું થશે? શું AMC બંધ થવાથી પૈસા ડૂબી જશે? તો આનો જવાબ 'ના' છે.

2 / 6
AMC બંધ થવાનો મતલબ એ બિલકુલ નથી કે, તમારા પૈસા ડૂબી જશે. સૌથી પહેલાં એ સમજો કે, મ્યુચ્યુઅલ ફંડ કંપની (AMC) અને તમારા દ્વારા રોકવામાં આવેલા પૈસા એ બંને અલગ-અલગ વસ્તુઓ છે. સેબી (SEBI) ના કડક નિયમો અનુસાર, મ્યુચ્યુઅલ ફંડના પૈસા AMC ના પોતાના ફંડથી બિલકુલ અલગ રાખવામાં આવે છે.

3 / 6
AMC માત્ર એક મેનેજરની જેમ કામ કરે છે, જે તમારા પૈસાને બજારમાં રોકે છે. જો AMC નાદાર (દેવાળિયું) પણ થઈ જાય, તો પણ તમારા રોકાણવાળી સંપત્તિ (એસેટ્સ) સુરક્ષિત રહે છે, કારણ કે તે કંપનીની પોતાની સંપત્તિ નથી.

4 / 6
હવે સવાલ એ છે કે, AMC બંધ થવા પર શું થાય છે? તો જણાવી દઈએ કે, જ્યારે કોઈ AMC પોતાની કામગીરી બંધ કરવા માંગે છે અથવા તેને બંધ કરવામાં આવે છે, ત્યારે સેબીની દેખરેખ હેઠળ એક નક્કી પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આના મુખ્યત્વે બે રસ્તા હોય છે. એક તો, અવારનવાર કોઈ બીજી મોટી ફંડ હાઉસ કંપની તે બંધ થઈ રહેલી AMC ને ખરીદી લે છે.

5 / 6
આવી સ્થિતિમાં, તમારી સ્કીમ કાં તો એ જ રીતે ચાલુ રહે છે અથવા તો કોઈ બીજી સ્કીમમાં મર્જ (ભેગી) કરી દેવામાં આવે છે. આમાં તમારે ગભરાવાની જરૂર નથી હોતી, કારણ કે તમારું રોકાણ નવા મેનેજમેન્ટ હેઠળ સુરક્ષિત રહે છે. જો કોઈ સ્કીમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે, તો રોકાણકારોને તેમના યુનિટ્સના બદલામાં તે દિવસની નેટ એસેટ વેલ્યુ (NAV) ના હિસાબથી પૂરેપૂરા પૈસા પાછા આપી દેવામાં આવે છે. આવી કોઈપણ સ્થિતિમાં, રોકાણકારો પાસે સામાન્ય રીતે બે રસ્તા હોય છે.

6 / 6
રોકાણકારોને મોટેભાગે કોઈપણ 'એક્ઝિટ લોડ' (Exit Load) વગર પોતાના પૈસા ઉપાડી લેવાનો ઓપ્શન આપવામાં આવે છે. જો તમે સ્કીમમાં જોડાયેલા રહેવા માંગતા હોવ, તો તમે નવી કંપની સાથે તમારું રોકાણ ચાલુ રાખી શકો છો.

Follow Us