
આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવો રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

‘Radiant Office’ એક પ્રેરણાદાયક ઑફિસ ડ્રામા છે, જેમાં નોકરી માટે સંઘર્ષ કરતી યુવતીની સફર દર્શાવવામાં આવી છે. ગો આ-સંગ દ્વારા અભિનિત પાત્રને જીવનમાં નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે, પરંતુ પરિસ્થિતિઓ તેને વધુ મજબૂત બનાવે છે. ઓફિસ પોલિટિક્સ, યુવાનીની આશાઓ અને આત્મવિશ્વાસનો સંદેશ આ સિરીઝની વિશેષતા છે. હિન્દી ડબિંગ દર્શકોને જોડે રાખે છે અને યુવા વર્ગ માટે આ ડ્રામા ખાસ પ્રેરણારૂપ સાબિત થાય છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

‘Delightfully Deceitful’ એક ક્રાઇમ-થ્રિલર ડ્રામા છે, જેમાં બદલો અને ન્યાય વચ્ચેની જંગ દર્શાવવામાં આવી છે. ચુન વૂ-હીનું પાત્ર એક બુદ્ધિશાળી ઠગ તરીકે જોવા મળે છે, જ્યારે કિમ ડોંગ-વૂક એક વકીલની ભૂમિકા ભજવે છે. બંનેની વચ્ચેની રસપ્રદ કેમિસ્ટ્રી અને ટ્વિસ્ટ્સ આ સિરીઝને થ્રિલિંગ બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

Hyde, Jekyll, Me : રોમેન્ટિક-સાયકોલોજિકલ ડ્રામા ‘Hyde, Jekyll, Me’ ડ્યુઅલ પર્સનાલિટી પર આધારિત છે. હ્યુન બિનનું પાત્ર એક કડક બિઝનેસમેન અને મૃદુ સ્વભાવ ધરાવતા બીજા સ્વરૂપ વચ્ચે ઝઝૂમે છે. હન જી-મિન સાથેની પ્રેમકથા ભાવનાત્મક ઊંચ-નીચથી ભરપૂર છે. રોમેન્ટિક ડ્રામા પ્રેમીઓ માટે આ સિરીઝ એક યાદગાર અનુભવ બની શકે છે.આમાં Season 1 અને કુલ Episodes 20 છે,

You Are My Destiny : લાંબા સમય સુધી ચાલેલી આ ફેમિલી-રોમેન્ટિક સિરીઝમાં ભાગ્ય અને સંબંધોની ગૂંથણી દર્શાવવામાં આવી છે. ઇમ યુન-આહનું નિર્દોષ અને સંવેદનશીલ પાત્ર દર્શકોના દિલ જીતી લે છે. પરિવાર, પ્રેમ અને સંઘર્ષની કહાની હોવાથી આ ડ્રામા ઇમોશનલ રોલર-કોસ્ટર જેવો અનુભવ આપે છે. હિન્દી ડબિંગને કારણે ભારતીય દર્શકોમાં પણ આ સિરીઝ લોકપ્રિય બની છે.આમાં Season 1 અને કુલ Episodes 178 છે,

My Girlfriend Is a Gumiho : ફેન્ટસી-રોમેન્ટિક ડ્રામા ‘My Girlfriend Is a Gumiho’ એક દંતકથાની આધુનિક રજૂઆત છે. લી સુંગ-ગી અને શિન મિન-આ વચ્ચેની ક્યૂટ કેમિસ્ટ્રી અને હળવી કોમેડી આ સિરીઝને ખૂબ મનોરંજક બનાવે છે. પ્રેમ, રહસ્ય અને મીઠી મજાકોથી ભરપૂર આ ડ્રામા યુવા દર્શકોમાં ખાસ લોકપ્રિય છે.આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

તમે આ તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝ MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.
Published On - 9:34 am, Wed, 18 February 26