Multiple citizenship : બે થી વધુ નાગરિકતા રાખવાની મંજૂરી આપતા દેશ કયા ? જાણો તેના ફાયદા અને ગેરફાયદા, જુઓ List
કેટલાક દેશો બહુવિધ નાગરિકતાને મંજૂરી આપે છે, જેમાં કેનેડા, યુએસ, જેવા અનેક દેશોનો સમાવેશ થાય છે. પરંતુ દરેક દેશના કાયદા અલગ હોય છે, તેથી કાનૂની સલાહ લેવી જરૂરી છે.
1 / 8
કેટલાક દેશો બે કરતાં વધુ નાગરિકતા રાખવાની મંજૂરી આપે છે, અને આ ત્યારે જ જ્યારે વ્યક્તિ તેમની કાનૂની જરૂરિયાતોને પૂર્ણ કરે. એલોન મસ્ક ત્યાં પણ નાગરિકતા ધરાવે છે: દક્ષિણ આફ્રિકા (By Birth), કેનેડા , અને યુએસ (નેચરલાઈઝેશન દ્વારા).
2 / 8
બહુવિધ નાગરિકતાની મંજૂરી આપતા દેશો અંગે વાત કરવામાં આવે તો સૌથી પહેલા કેનેડાની વાત કરીએ કેનેડિયન નાગરિક બે કરતાં વધુ નાગરિકતા જાળવી શકે છે.
3 / 8
યુનાઇટેડ સ્ટેટ્સ પણ બેવડી અને બહુવિધ નાગરિકતાની મંજૂરી આપે છે. આ સાથે ફ્રાન્સ બહુવિધ નાગરિકતાને મંજૂરી આપે છે.
4 / 8
યુનાઇટેડ કિંગડમ કોઈપણ મર્યાદા વિના બહુવિધ નાગરિકતા સ્વીકારે છે. મહત્વનું છે કે સ્વીડન બે થી વધુની નાગરિકતા રાખવાની મંજૂરી આપે છે.
5 / 8
સ્વિત્ઝર્લેન્ડ બહુવિધ નાગરિકતાને માન્યતા આપે છે.અને આયર્લેન્ડ કોઈપણ મર્યાદા વિના બહુવિધ નાગરિકતા સ્વીકારે છે.
6 / 8
દક્ષિણ આફ્રિકા બહુવિધ નાગરિકત્વને મંજૂરી આપે છે, પરંતુ તેને અગાઉ સરકારની પરવાનગીની જરૂર પડી શકે છે. ત્યારે ઓસ્ટ્રેલિયન નાગરિકો તેમની તમામ નાગરિકતા જાળવી શકે છે.
7 / 8
બે થી વધુ નાગરિકત ધરાવતા લોકોને ફાયદા અંગે વાત કરવામાં આવે તો તેમને મુસાફરી અને વિઝામાં લાભ મળે છે. જેમાં જુદા જુદા દેશોના પાસપોર્ટ હોવાને કારણે મુસાફરી સરળ બને છે. વધુ દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઈવલ સુવિધાઓ ઉપલબ્ધ છે. શૈક્ષણિક અને વ્યાવસાયિક તકો વધી જાય છે જેમ કે, વિવિધ દેશોમાં શિક્ષણ, આરોગ્ય અને અન્ય સરકારી સુવિધાઓની પહોંચ.મલ્ટી-સિટીઝન હોવાને કારણે વિવિધ દેશોમાં વેપારની તકો સરળતાથી મળી શકે છે. જો એક દેશમાં કટોકટી (રાજકીય અસ્થિરતા, યુદ્ધ)ની સ્થિતિમાં બીજા દેશમાં આશ્રય લેવાનો વિકલ્પ. તેમણે ખાસ કરીને બે કરતાં વધુ દેશોમાં મતદાન અધિકારો મળે છે.રાજકીય પ્રવૃત્તિઓ અને સ્થાનિક સેવાઓમાં ભાગીદારી.
8 / 8
બે થી વધુ નાગરિકત ધરાવતા લોકોને ગેરફાયદા કેવા થયા છે તેણી ચર્ચા કરવામાં આવે તો, તેમને કાનૂની અને કર બાબતે ઘણી મુશ્કેલીપ થાય છે જેમ કે,કેટલાક દેશોમાં, નાગરિકતા ધરાવવાથી ટેક્સ ચૂકવવાની ફરજ પડી શકે છે, પછી ભલે તમે ત્યાં રહેતા ન હોવ જેમ કે યુએસ. વિવિધ દેશોના કાયદાઓનું પાલન કરવું જટિલ હોઈ શકે છે. કેટલાક દેશોમાં નાગરિકતા સાથે ફરજિયાત લશ્કરી સેવાની જોગવાઈ હોઈ શકે છે. એક દેશમાં રાજકીય જોડાણ બીજા દેશમાં સમસ્યા ઊભી કરી શકે છે.જો વ્યક્તિ અન્ય દેશોમાં પ્રતિબદ્ધતા સાથે જોવામાં આવે તો કેટલાક દેશો ચોક્કસ સંજોગોમાં નાગરિકતા છીનવી શકે છે.
Published On - 4:00 pm, Tue, 24 December 24