
આયર્ન અને સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીના શેર 27 માર્ચ, 2020 ના રોજ 16.30 રૂપિયા પર હતા. 20 માર્ચ 2024ના રોજ કંપનીના શેર 922.95 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 3 વર્ષમાં જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 2397 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 36.95 થી વધીને 922.95 રૂપિયા થયા છે.

જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 60 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 37.4 ટકા છે. કંપનીમાં કુલ 18189 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 14309 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 660 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 594 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
Published On - 7:49 pm, Wed, 20 March 24