‘મુલતાની માટી’ લગાવતા પહેલાં 100 વાર વિચારજો, આ લોકોની સ્કિનને થઈ શકે છે ‘મોટું નુકસાન’

ચહેરા પરનો નિખાર વધારવા અને વધારાનું ઓઇલ દૂર કરવા માટે મોટાભાગના લોકો મુલતાની માટીનો ઉપયોગ કરતા હોય છે. એવામાં શું તમે જાણો છો કે, દરેકની સ્કિન એકસરખી નથી હોતી અને મુલતાની માટી દરેક સ્કિન માટે યોગ્ય નથી? જો તમે પણ અજાણતા કે ખોટી રીતે વારંવાર મુલતાની માટી લગાવતા હોવ, તો ત્વચા પર ડ્રાયનેસ, બળતરા અને ખેંચાણ જેવી મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

| Updated on: Oct 18, 2026 | 2:57 PM
1 / 7
ચહેરા પર નિખાર લાવવા અને ઓઇલ હટાવવા માટે મોટાભાગના લોકો મુલતાની માટીનો ઉપયોગ કરે છે. સાથે જ ઘણા લોકોનું માનવું છે કે, તેને લગાવવાથી સ્કિન સાફ અને ફ્રેશ રહે છે. તમને જણાવી દઈએ કે, દરેક વ્યક્તિની સ્કિન અલગ હોય છે અને મુલતાની માટી દરેક પ્રકારની સ્કિન માટે યોગ્ય હોતી નથી. ખોટી રીતે અથવા વારંવાર તેનો ઉપયોગ કરવાથી સ્કિનમાં શુષ્કતા (ડ્રાયનેસ), ખેંચાણ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે, મુલતાની માટીનો ઉપયોગ કયા લોકોએ ન કરવો જોઈએ? સાથે જ તેનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

2 / 7
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જે લોકોની સ્કિન પહેલાથી જ ડ્રાય રહે છે, તેમણે મુલતાની માટી લગાવવાથી બચવું જોઈએ. તે સ્કિનની ભેજ (નમી) ઓછી કરે છે, જેનાથી ખેંચાણ અને શુષ્કતાની સમસ્યા વધી શકે છે.

3 / 7
એક્સપર્ટ જણાવે છે કે, સેન્સિટિવ સ્કિન પર મુલતાની માટી લગાવવાથી બળતરા, ખંજવાળ કે રેડનેસ (લાલશ) થઈ શકે છે. જો તેને લગાવ્યા પછી આવી સમસ્યા અનુભવાય, તો તરત જ ચહેરાને પાણીથી ધોઈ લો અને ફરીથી તેનો ઉપયોગ ન કરો.

4 / 7
એક્ઝિમા અથવા પહેલાથી જ સોજો આવેલી અને બળતરા થતી સ્કિન પર મુલતાની માટી લગાવવાથી તકલીફ વધી શકે છે. આવા લોકોએ ડૉક્ટરની સલાહ વિના ઘરગથ્થુ ઉપચારો ન અજમાવવા જોઈએ.

5 / 7
ડર્મેટોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, જે લોકોની સ્કિન ડીહાઇડ્રેટેડ છે, તેમણે પણ સાવધાની રાખવી જોઈએ. સ્કિન ઓઇલી હોવા છતાં તેમાં પાણીની કમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં મુલતાની માટીનો વારંવાર ઉપયોગ ડ્રાયનેસ વધારી શકે છે.

6 / 7
એક્સપર્ટના મતે મુલતાની માટીને ચહેરા પર લગાવ્યા પછી સુકાય ત્યાં સુધી રાહ જોવી જરૂરી નથી. ફેસ પેકને બહુ લાંબા સમય સુધી લગાવી રાખવાથી સ્કિનમાં ખેંચાણ અને ડ્રાયનેસ થઈ શકે છે. તેને રોજ લગાવવાથી પણ બચવું જોઈએ. ઉપયોગ કર્યા પછી હળવું મોઇશ્ચરાઇઝર લગાવવાથી સ્કિનની ભેજ જાળવી રાખવામાં મદદ મળી શકે છે.

7 / 7
સાથે જ કોઈપણ નવા સ્કિનકેર પ્રોડક્ટ કે ઘરગથ્થુ ઉપચારને ચહેરા પર લગાવતા પહેલા સાવચેતી રાખો અને પેચ ટેસ્ટ જરૂર કરી લો. જો મુલતાની માટી લગાવ્યા પછી વારંવાર બળતરા, ખંજવાળ, રેડનેસ કે ડ્રાયનેસ થાય છે, તો તેનો ઉપયોગ બંધ કરી દો અને ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.

Follow Us
Loading...
Unable to load recommendations.