
આ સ્કુલમાં શિક્ષણ લેવુ એકદમ હાઈ ક્લાસ ગણાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્કુલની વાર્ષિક ફી ₹14 લાખથી ₹20 લાખ સુધી જાય છે. આટલી ભારે ફી હોવા છતાં, સ્કુલમાં એડમિશન મેળવવું સરળ નથી, કારણ કે એડમિશન પ્રક્રિયા પણ અત્યંત સ્પર્ધાત્મક હોય છે.

નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કુલના અધ્યક્ષ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્કુલની વાર્ષિક ફી ₹14 લાખથી ₹20 લાખ સુધીની છે. મીડિયા રિપોર્ટ્સમાં કરાયેલા દાવા મુજબ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલની અંડર જ 'નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કુલ'નો પણ સમાવેશ થાય છે

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અનેક બોલિવુડ સેલેબ્સના બાળકો ભણે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા, શાહરૂખ ખાનનો દીકરો અબરામ, સૈફ અને કરિના કપૂરનો દીકરો પણ આ જ સ્કુલમાં ભણે છે. આ એક ઈન્ટરનેશનલ સ્કુલ છે જ્યાં બાળકોને તમામ પ્રકારની હાઈટેક સુવિધાઓવાળા ક્લાસરૂમમાં ભણાવવામાં આવે છે.
Published On - 6:41 pm, Fri, 6 June 25